મુંબઈ : મુંબઈ ડ્રગ્સ કેસ (Mumbai Drugs Case)માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey)ની ગુરુવાર અને શુક્રવારે પૂછપરછ કરી હતી. અહેવાલ છે કે, એનસીબીને જાણવા મળ્યું છે કે, અભિનેત્રી તે વ્યક્તિને જાણે છે, જે આર્યન ખાન (Aryan Khan)ને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે, શુક્રવારે એક 'જાણીતી હસ્તી'નો 24 વર્ષીય નોકર પણ NCBના રડાર પર આવ્યો છે.
સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે, એનસીબીએ શુક્રવારે નોકરની પણ પૂછતાછ કરી છે. માનવામાં આવે છે કે, આ વ્યક્તિએ અનન્યાના કહેવા પર આર્યનને ડ્રગ્સ પહોંચાડ્યું હતું. સત્તાવાળાઓએ મુંબઈના મલાડ વિસ્તારમાંથી 'ડ્રગ પેડલર નોકર'ની અટકાયત કરી છે અને સોમવારે તેને પૂછપરછ માટે બોલાવ્યો છે. સૂત્રોએ માહિતી આપી કે, લાંબી પૂછપરછ બાદ તેનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.
NCB દ્વારા સમન્સ કરાયેલ અનન્યા પાંડે ગુરુવાર અને શુક્રવાર એમ બંને દિવસે પૂછપરછ માટે મોડી પહોંચી, જેના કારણે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ગુસ્સે થઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, NCBના અધિકારીઓએ અનન્યા પાંડે મોડી પહોંચી તો ઘણું સંભળાવ્યું હતું. તેને કહેવામાં આવ્યું કે, આ કોઈ ફિલ્મ શૂટ કે પ્રોડક્શન હાઉસ નથી.
તપાસ દરમિયાન, એનસીબીએ કથિત રીતે આર્યન ખાન સાથે તેની ચેટ્સ મેળવી છે, જેમાં ડ્રગ્સ વિશે વાત કરવામાં આવી છે. સૂત્રોએ ન્યૂઝ 18ને જણાવ્યું કે, જ્યારે અનન્યા પાંડેને ચેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે સિગારેટ વિશે વાત કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, 'અનન્યાએ કહ્યું કે, તે સપ્લાયર નથી અને તેને ખબર પણ નથી કે વીડ અને ગાંજા સમાન હોય છે. તેના મિત્રો તેને જોઈન્ટ કહે છે અને તેણે મુલાકાતોમાં એક-બે વાર ફૂંક મારી છે.
ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક અહેવાલમાં NCB દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની વાતચીતમાં એક જગ્યાએ આર્યન અનન્યા સાથે ગાંજા વિશે વાત કરી રહ્યો છે. તેઓ પૂછી રહ્યા છે કે, શું વીડનો કોઈ 'જુગાડ' થઈ શકે છે? રિપોર્ટ અનુસાર અનન્યાએ જવાબ આપ્યો, 'હું વ્યવસ્થા કરું છું.'
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, NCB ડ્રગ્સ અંગે આંતરરાષ્ટ્રીય હેન્ડલર્સની માહિતી શોધી રહી છે. તેમણે કહ્યું, 'તપાસ માત્ર ડ્રગ્સ મેળવવા વિશે કે વોટ્સએપ ચેટ સુધી મર્યાદિત નથી. NCB આંતરરાષ્ટ્રીય હેન્ડલર્સ, ડ્રગ પેડલર્સ અને ગ્રાહકોની સમગ્ર સાંકળ વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર