Home /News /entertainment /

Mumbai Drug Bust: શાહરૂખ ખાનના દીકરા આર્યનની અટકાયત, ડ્રગ્સ લેવાની કરી કબૂલાત- NCB સૂત્ર

Mumbai Drug Bust: શાહરૂખ ખાનના દીકરા આર્યનની અટકાયત, ડ્રગ્સ લેવાની કરી કબૂલાત- NCB સૂત્ર

NCBની અટકાયતમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન

Mumbai Drug Bust: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સાથે જોડાયેલાં સૂત્રો મુજબ, શાહરૂખ ખાનનાં દીકરા આર્યન ખાનની પૂછપરછમાં તેણે સ્વીકારી લીધુ કે તે આ પાર્ટીનો ભાગ હતો. સૂત્રો મુજબ, આર્યન શોખ માટે ડ્રગ્સનું સેવન કરતો હોવાની વાત કબૂલી છે. જોકે, હાલમાં આ મામલે ન તો NCB કે ન તો શાહરૂખ ખાન તરફથી કોઇ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી.

વધુ જુઓ ...
  મુંબઇ: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઇ (Mumbai)થી ગોવા (Goa) જઇ રહેલાં એક ક્રૂઝ (Cruise) પર શનિવારે સાંજે રેઇડ પાડી હતી. જેમાં 12 લોકોની અટકાયતમાં કરવામાં આવી છે. જેમાં 9 યુવકો અને 3 યુવતીઓની અટકાયત થઇ છે. તેમાં સૌથી મોટું નામ શાહરૂખ ખાનનાં દીકરા આર્યન ખાનનું છે. જેને NCBએ અટકાયતમાં છે અને તેની પૂછપરછ થઇ રહી છે. NCB સૂત્રો મુજબ, પૂછપરછમાં આર્યન ખાને સ્વીકારી લીધુ છે કે, તે પાર્ટીનો ભાગ હતો. તેણે એમ પણ માન્યું કે, તેમનાંથી કોઇ ભૂલ થઇ છે. આર્યને શોખનાં ભાગ રૂપે ડ્રગ્સનું સેવન કર્યાની કબૂલાત કરી છે. તે સૂત્રો મુજબ સુપર સ્ટાર શાહરૂખ ખાનનાં દીકરાની અટકાયત માટે પ્રખ્યાત વકીલ સતીશ માનશિન્દેનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેની ટીમ હાલમાં NCB ઓફિસમાં હાજર છે. જોકે, NCB તરફથી હાલમાં કોઇ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તો બીજી તરફ શાહરૂખ ખાન તરફથી પણ કોઇ જ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

  NCB સૂત્રો મુજબ, શરૂઆતી પૂછપરછમાં એક્ટરનાં દીકરાએ જણાવ્યું હતું કે, તે ક્રૂઝ પર ફક્ત VIP ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો.. તેને આ વાતની જાણકારી ન હતી કે, ક્રૂઝ પર કોઇ ડ્રગ્સ પાર્ટી થવાની છે. સૂત્રો મુજબ, આર્યને એમ પણ જણાવ્યું કે, ક્રૂઝ પર આવવાં માટે તેનાંથી કોઇ પણ પ્રકારની ફી નથી લીધી. અને તેને પાર્ટીનો ફક્ત ફેસ બનાવવામાં આવ્યો હતો. જોકે આ બાદ NCB અધિકારીઓએ તેનો મોબાઇલ ફોન જપ્તે કરી લીધો છે. જેમાં ડ્રગ્સ ચેટ મળી. સૂત્રો મુજબ, આ ચેટ્સ અંગે જ્યારે કડકાઇથી પ્રશ્નો કરવામાં આવ્યો તો તેણે શોખનાં ભાગ રૂપે ક્યારેક ડ્રગ્સ લેતો હોવાની કબૂલાત કરી હતી.  હાલમાં મળતી માહિતી મુજબ, આ પાર્ટીમાં શામેલ થવા માટડે 80 હજાર રૂપિયા સુધીનો એન્ટ્રી ચાર્જ લેવામાં આવ્યો હતો. NCBનાં સૂત્રો મુજબ એક્ટરનાં દીકરાની પાસે પણ કેટલુંક ડ્રગ્સ મળી આવ્યું હતું. NCBની ટીમ હવે શાહરૂખ ખાનનાં દીકરા દ્વારા આપવામાં આવેલાં નિવેદનની તપાસ કરી રહી છે.  NCB ટીમે કોર્ડેલિયા ક્રૂઝ મુંબઈથી ગોવા માટે રવાના થયા બાદ દરોડા પાડ્યા હતા, આ પાર્ટીમાં કોકેન, હશીશ અને એમડી જેવાં ડ્રગ્સ મળી આવ્યાં હતાં. અને આ તમામની સાથે બોલિવૂડ મેગાસ્ટારનાં દીકરાની પણ અટકાયત (Bollywood Megastar's Son Detained) કરવામાં આવી છે. આ રેઇડથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. ચાલુ રેઇડ દરમિયાન જ આ વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક લોકો સુધી પહોંચી ગઇ હતી અને તે મીડિયામાં આવી ગઇ હતી. તેમ પોલીસનું કહેવું છે. આ રિપોર્ટ જ્યારે મીડિયામાં જાહેર થયો તે સમયયે ક્રૂઝ પર દરોડા ચાલુ હતા અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

  મુંબઈ NCBનાં સૂત્રોએ ન્યૂઝ 18 ને જણાવ્યું કે શિપ શનિવારે ગોવા માટે રવાના થવાનું હતું. એજન્સીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને એક ટિપ-ઓફ મળી હતી, જે પછી તેમણે અને તેમની એક ટીમ મુસાફરો તરીકે જ જહાજમાં મુસાફરી કરી હતી. જ્યારે જહાજ મુંબઈ કિનારેથી નીકળ્યું અને મધ્ય દરિયામાં હતું, ત્યારે એક પાર્ટી શરૂ થઈ જેમાં ડ્રગ્સનું સેવન ખુલ્લેઆમ થતું હતું તે વાત NCBની ટીમને મળી ગઇ હતી. જે બાદ જહાજ પર હાજર એનસીબીના અધિકારીઓએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી અને ડ્રગ્સનું સેવન કરનારાઓને પકડી પાડ્યા હતાં સાથે જ તેમણે દારૂનો જથ્થો જપ્ત કર્યો.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaryan Khan, Entertainment news, King Khan, Mumbai drug bust, Shahrukh Khan, SRK Son

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन