રાજ કુન્દ્રાની ઓફિસની દીવાલમાં હતી 'ખુફિયા તિજોરી', પોલીસનાં હાથે લાગી ઘણી રહસ્યમય ફાઇલો

PHOTO- ANI

Raj Kundra Pornography Case: પોર્નોગ્રાફી કેસમાં પોલીસે એકવખત ફરીથી મુંબઇનાં અંધેરી સ્થિત રાજ કુન્દ્રાનાં વિયાન અને જેએલ સ્ટ્રીમ ઓફિસમાં છાપેમારી કરી છે. આ દરમિયાન દીવાલમાં છુપી એક 'ખુફિયા તિજોરી' પોલીસનાં હત્થે લાગી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra Case)નાં તાર પોર્નોગ્રાફી કેસમાં કેટલાં અને ક્યાં સુધી જોડાયેલાં છે તેની તપાસ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch)ની ટીમ શોધી રહી છે. શિલ્પા શેટ્ટી (shilpa Shetty)નાં પતિ વિરુદ્ધ પોલીસને મુખ્ય પૂરાવા મળ્યાં છે. પોલીસની દલિલોને મજબૂત કરવાં પૂરતા છે. પોલીસે આ મામલે હવે રાજ કુન્દ્રાનાં ઓફીસની દીવાલમાંથી 'ખુફિયા તિજોરી' (Hidden Cupboard in Raj Kundra Office) મળી આવી છે. આ કબાટમાંથી પોલીસનાં હત્થે ઘણી ફાઇલો લાગી છે જેનાં દ્વારા પોલીસ આ કેસમાં ઘણાં રહસ્યોનાં પર્દાફાશ કરી શકે છે.

    આ પણ વાંચો- EXCLUSIVE: ફેબ્રુઆરીમાં ગહના વશિષ્ઠની ધરપકડ થતા જ ડરી ગયા હતા રાજ કુન્દ્રાનાં બંને PA, વાંચો ચેટ

    પોર્નોગ્રાફી કેસમાં પોલીસે એક વખત ફરી મુંબઇનાં અંધેરી સ્થિત રાજ કુન્દ્રાનાં વિયાન અને જેએલ સ્ટ્રીમ ઓફિસમાં રેઇડ પાડી. આ દરમિયાન દીવાલમાં છુપી એક 'ખુફિયા તિજોરી' પોલીસનાં હત્થે લાગી ગઇ છે. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્ર મુબજ, અલમારીમાંથી ઘણી બધી ફાઇલો મળી આવી છે. જેમાં નાણાનાં આદાન-પ્રદાન સંબંધિતઅને ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલી અહમ માહિતી છે.

    PHOTO- ANI


    એમ પુછવા પર કે શું તેનો ઓનલાઇન સટ્ટાબાજી માટે ઉપયોગ થયો હતો, સૂત્રોએ જવાબ આપ્યો હતો કે આ મામલે હાલમાં ટિપ્પણી કરવી જલ્દબાજી હશે કારણ કે હજુ તપાસ ચાલુ છે.

    આ પહેલાં પોર્ન પ્રોડક્શન મામલે તપાસ અધિકારીઓએ NEWS18ને જણાવ્યું હતું કે, રાજ કુન્દ્રા 121 વીડિયો કોઇને 1.2 મિલિયન અમેરિકન ડોલરમાં વેંચવાનો હતો. રાજ કુન્દ્રાએ HSO અકાઉન્ટ, HS ઓપરેશન, અને HS ટેકટાઉન નામનાં ત્રણ વોટ્સએપ ગ્રુપ બનાવ્યાં હતાં. આ ગ્રુપ્સની ચેટ્સ પરથી માલૂમ થાય છે કે, ક્રાઇમ બ્રાન્ચને 1.2 મિલિયન અમેરિકન ડોલરની ડીલિંગ વાળી ચેટ પણ મળી.

    આ પણ વાંચો- PRABHAS: 1.5 કરોડનું જીમ, આલીશાન બંગલા અને કરોડોની કાર્સ, આટલી Baahubali લાઇફ જીવે છે પ્રભાસ

    તો, આ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઇ છે. તે સતત રાજ કુન્દ્રાનો બચાવ કરી રહી છે. તેણે પતિનાં બચાવમાં કહ્યું કે, ઇરોટિકા અને પોર્ન અલગ અલગ કન્ટેઇન્ટ હોય છે. તેનો પાર્ટનર અને કુન્દ્રાનાં બનેવી પ્રદીપ બક્શીએ તેનાં નામનો દુરઉપયોગ કર્યો છે. એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાયાનાં સવાલ પર એખ્ટ્રેસે કહ્યું કે આ અંગે મને કોઇ જ આઇડિયા નથી.
    Published by:Margi Pandya
    First published: