મુંબઈ: કોરોના મહામારી (corona pandemic) વચ્ચે અજય દેવગણે (Ajay Devgan) તાજેતરમાં જ એક લક્ઝરીયસ સંપત્તિ ખરીદી છે. અજય દેવગણે મુંબઈના જુહુ વિસ્તારમાં કરોડોનું ઘર ખરીદ્યું છે. અહેવાલો અનુસાર, આ સોદો ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે કરવામાં આવ્યો હતો. અજય દેવગણનો આ નવો બંગલો કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સ્થિત છે. અગાઉ આ બંગલામાં ભાવેશ બાલકૃષ્ણ વાલિયા નામની વ્યક્તિની માલિકી હતી. હવે આ પ્રોપર્ટી અજય દેવગનની માતા વીણા વીરૂ દેવગણ અને વિશાલ વીરુ દેવગણ એટલે કે દેવગણ બંનેના નામે થઈ છે.
હવે અજય દેવગણના આ આલીશાન બંગલા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ અજય દેવગણે આ બંગલા માટે કરોડોની લોન લીધી છે. 'બોલિવૂડ હંગામા'ના અહેવાલ મુજબ, અભિનેતાએ આ બંગલા માટે 18.75 કરોડની લોન લીધી છે. બંગલાની કિંમત લગભગ 47 કરોડની આસપાસ છે. જેના માટે અજય દેવગને 2.73 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.
અજય દેવગણનો આ નવો અલીશાન બંગલો 474.4 વર્ગ મીટરમાં ફેલાયેલો છે. તેણે 29 ડિસેમ્બર 2020 ના રોજ બંગલો ખરીદ્યો હતો, જ્યારે લોન 27 એપ્રિલ 2021ના રોજ લેવામાં આવી હતી. અજય દેવગણનો આ નવો બંગલો તેમના ઘર શિવ શક્તિ જ્યાં તેઓ હાલમાં પરિવાર સાથે રહે છે તેની નજીક જ છે.
અગાઉ અજય દેવગનના નવા બંગલા વિશે એવા અહેવાલો આવ્યા હતા કે, તેણે 60 કરોડ ચૂકવ્યા છે. ગયા વર્ષે જ અજય દેવગન અને કાજોલ વિશે ચર્ચા ચાલતી હતી કે, બંને પોતાના માટે નવું ઘર શોધી રહ્યા છે. હવે જ્યારે અભિનેતાને પોતાના માટે નવું ઘર મળ્યું છે, તે સમાચારોમાં છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે, યશરાજ બેનર એક સુપરહીરો ફિલ્મની યોજના કરી રહ્યું છે. જેમાં અજય દેવગણ મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. આ સુપરહીરો ફિલ્મથી ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને એક અપડેટ જાણવા મળી છે.
માનુષી છિલ્લરે બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત યશરાજ બેનર સાથે કરી છે. અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજથી તેણે હિંદી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે.આ ઉપરાંત માનુષીએ વિક્કી કૌશલ સાથેની પણ એક ફિલમ યશરાજ બેનર સાથે સાઇન કરી છે. હવે, તેણે આ જ બેનર સાથે ત્રીજી ફિલ્મ સાઇન કરી છે જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ સુપરહીરો ફિલ્મમાં તે અહાન પાંડે સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર