રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીના નામ પર કર્યો જુહુનો બંગલો 'કિનારા', જાણો કેટલી છે કિંમત
રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીના નામ પર કર્યો જુહુનો બંગલો 'કિનારા', જાણો કેટલી છે કિંમત
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) સાથે લગ્ન કર્યા, ત્યારપછી તે ઘણી વખત પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. શિલ્પાએ આ ફ્લેટ માટે માત્ર સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 1.9 કરોડ ચૂકવ્યા છે
રાજ કુન્દ્રા (Raj Kundra) અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) માટે વર્ષ 2021 ક્યારેય ભુલાય તેવું નથી. ગયા વર્ષે પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra pornography case) એ જામીન પર બહાર આવ્યા બાદ મોટું કામ કર્યું છે. અહેવાલ છે કે, તેણે પોતાનો જુહુનો બંગલો શિલ્પા શેટ્ટીના નામે કર્યો છે (Raj Kundra transfers Juhu bungalow to Shilpa Shetty), જેની કિંમત કરોડોમાં છે.
શિલ્પા શેટ્ટીનો થયો 'કિનારા'
રાજ કુન્દ્રાનું સાચું નામ રિપુ સુદાન કુન્દ્રા (Raj Kundra real name Ripu Sudan Kundra) છે. zapkey.comના અહેવાલ મુજબ, તેણે મુંબઈમાં તેનો બંગલો 'કિનારા'નો આખો પહેલો માળ પત્ની શિલ્પા શેટ્ટીના નામે ટ્રાન્સફર કરી દીધો છે, આમાં 5 ફ્લેટ છે. આ પ્રોપર્ટીની કિંમત 38.5 કરોડ જણાવવામાં આવી રહી છે. જુહુના આ બંગલામાં તે પોતાના પરિવાર સાથે રહે છે.
આ બંગલો બીચથી લગભગ 300 મીટરના અંતરે બનેલો છે
રિપોર્ટ્સ અનુસાર, રાજ કુન્દ્રાની આ પ્રોપર્ટી 38.5 કરોડની છે, જેને તેણે હવે શિલ્પાના નામે ટ્રાન્સફર કરી દીધી છે. શિલ્પાનો જુહુનો બંગલો 5,995 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. તેમનો બંગલો બીચથી લગભગ 300 મીટર દૂર બનેલો છે.
શિલ્પાએ રૂ. 1.9 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે
ટ્રાન્સફર માર્કેટ વેલ્યુના હિસાબે, આ વિસ્તારની પ્રોપર્ટીની કિંમત રૂ. 65,0000 સ્ક્વેર ફીટ છે અને એ જ માર્કેટ વેલ્યુ પ્રમાણે, શિલ્પાએ આ ફ્લેટ માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 1.9 કરોડ ચૂકવ્યા છે. દસ્તાવેજો અનુસાર, તે 21 જાન્યુઆરી, 2022 ના રોજ નોંધાયું હતું.
રાજ કુન્દ્રા-શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા
તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા, ત્યારપછી તે ઘણી વખત પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. પોર્નોગ્રાફી કેસમાં ફસાયા બાદ રાજ કુન્દ્રા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર થઈ ગયા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી શબ્બીર ખાનની આગામી ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર