Home /News /entertainment /

#MeToo મામલે નિવેદન આપી ફસાયા મુકેશ ખન્ના, લોકોએ કહ્યું- 'આ શક્તિમાન નહીં કિલવિશ છે'

#MeToo મામલે નિવેદન આપી ફસાયા મુકેશ ખન્ના, લોકોએ કહ્યું- 'આ શક્તિમાન નહીં કિલવિશ છે'

MeToo પરનો જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થતા ફસાંયા મુકેશ ખન્ના

વાયરલ વીડિયોમાં મુકેશ ખન્ના (Mukesh Khanna) મહિલાઓનાં ઘરથી બહાર નીકળીને કામ કરવાં પર આપત્તિ જતાવે છે અને પુરુષ અને મહિલાનાં કામ કરવા પર પોતાનો મત જણાવે છે જે મામલે તે ટ્રોલર્સનાં નિશાને આવી ગયા છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'મહાભારત' (Mahabharat)માં 'ભિષ્મ પિતામહ' અને સુપર પાવર બેઝ્ડ શક્તિમાન' થી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવનાર મુકેશ ખન્ના (Mukesh Khanna) હાલમાં તેમનાં વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. મુકેશ ખન્નાનાં જુના એક ઇન્ટરવ્યૂની ક્લિપ ઝડપથી વાયરલ થઇ રહી છે જેમાં તે મીટૂ મૂવમેન્ટ પર તેનાં વિચારો મુકતો નજર આવે છે. વાયરલ વીડિયોમાં મુકેશ ખન્ના મહિલાઓનાં ઘરની બહાર નીકળીને કામ કરવાં પર આપત્તિ જતાવતા નજર આવે છે. અને પુરૂષો અને મહિલાઓનાં કામ પર પોતાનો મત જણાવે છે.

    આ વીડિયોને લઇને હવે મુકેશ ખન્ના ટ્રોલર્સનાં નિશાને ચડી ગયા છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો મુકેશ ખન્નાની મહિલાઓ પ્રત્યેની વિચારશરણી પર નારાજગી વ્યક્ત કરે છે. કેટલાંક યૂઝર્સ ટ્વિટર પર મુકેશ ખન્નાને એમ કહીને ટ્રોલ કરે છે કે, તે શક્તિમાન નથી, પણ કિલવિશ છે.



    વીડિયોમાં મુકેશ ખન્ના કહે છે કે, 'પુરુષ અલગ હોય છે અને મહિલા અલગ હોય છે. મહિલાની રચના અલગ હોય છે અને પુરૂષની રચના અલગ હોય છે. મહિલાનું કામ હોય છે ઘર સંભાળવું, જો માફ કરજો હું ક્યારેક ક્યારેક બોલી જાઉ છું કે, પ્રોબ્લમ ક્યાંથી શરૂ થઇ છે મી ટૂની, જ્યારથી મહિલાઓએ કામ કરવાનું શરૂ કર્યું, આજે મહિલાઓ પુરુષોનાં ખભાથી ખભો મેળવીને વાત કરે છે.'




    આ પણ વાંચો- મુકેશ ખન્નાની વિવાદિત ટિપ્પણી- 'મહિલાઓનું ઘર બહાર નીકળીને કામ કરવું MeTooનું કારણ છે'

    'લોકો વૂમન લિવની વાત કરશે, પણ હું આપને જણાવું છુ કે, પ્રોબ્લમ અહીંથી શરૂ થાય છે. સૌથી પહેલાં જે મેમ્બર યાતના વેઠે છે તે ઘરનું બાળક હોય છે. જેને માતા નથી મળતી. આયાની સાથે બેસીને ક્યોકી સાસ ભી કભી બહૂ.. જોતું રહે છે.. તે જ્યારથી શરૂઆત થઇ તેની વચ્ચે આ શરૂઆત થઇ કે હું પણ તે કામ કરીશ, જે એક પુરૂષ કરે છે, નહીં, પુરુષ, પુરૂષ છે.. મહિલા, મહિલા છે..' જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ મુકેશ ખન્નાએ તેમનાં ઇન્ટરવ્યૂનો આખો વીડિયો પણ શેર કર્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: #MeToo movement, Mukesh khanna, Shaktiman, Troll

    આગામી સમાચાર