VIDEO: ગૌહત્યા પર બરાબરના ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું ‘સિંહને નહીં, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો’

મુકેશ ખન્નાએ ગાય અંગે મોટુ નિવેદન આપ્યું હતું.

ભીષ્મ પિતામહ અને શક્તિમાન (Shaktiman)ની ભૂમિકા ભજવીને જાણીતાં બનેલા અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna) સામાજિક મુદ્દા અંગે પોતાનો મત રજૂ કરતા ખચકાતા નથી. તેમણે આ વખતે એક અત્યંત સંવેદનશીલ મુદ્દા અંગે વાત કરતા સોશ્યલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે.

  • Share this:
    મુંબઈ: ભીષ્મ પિતામહ અને શક્તિમાન (Shaktiman)ની ભૂમિકા ભજવીને જાણીતાં બનેલા અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna) સામાજિક મુદ્દા અંગે પોતાનો મત રજૂ કરતા ખચકાતા નથી. તેમણે આ વખતે એક અત્યંત સંવેદનશીલ મુદ્દા અંગે વાત કરતા સોશ્યલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ઍક્ટર ગાયમાતાની રક્ષા કરવાની વાત કરીને ગૌમાંસ ખાનારા લોકો પર ભડક્યા છે. તેમનો આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    મુકેશ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કરીને ગૌહત્યા કરનારાને આડે હાથ લીધા છે. તેઓ કહે છે કે, ‘જ્યારે તમારી માતા-બહેન મુશ્કેલીમાં હોય તો તમે રાહ જોશો કે પોલિસ કે મિલિટરી આવશે અને એમને બચાવશે? જો તમે એમના માટે કોઈની રાહ નથી જોતાં તો ગાય તમારી અને મારી માતા છે, એ કોઈને કહેવાની જરૂર કેમ પડે છે?’






    તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘ગાય આપણી માતા છે. શું ગૌમાતાની સુરક્ષા માટે કલ્કી આવશે?? શું આપણે ભૂલી ગયા છીએ કે ગાય આપણા બધાની માતા છે? શું આપણે એ કહેવું પડશે કે કૃષ્ણ ભગવાન ગાયોની વચ્ચે રહેતા હતા? ભગવાન તેમનું દૂધ અને એનાથી બનેલું માખણ ખાઈને મોટા થયા હતા. આપણી આજુબાજુ ગાયની હત્યા થતી જોઈએ છીએ છતાં આપણે ચૂપ છીએ. ગૌમાતાને કાપવામાં આવે છે, તેમનું માંસ આરોગવામાં આવે છે, તેમને મોટા પાયે કમાણી માટે વિદેશમાં મોકલવામાં આવે છે, એ પણ ખુલ્લેઆમ! અને આપણે બધા મૂક બનીને બેઠાં છીએ. શરમ આવવી જોઈએ આપણે અને એમને જે ઉત્સાહ સાથે ખાય છે.’

    આ પણ વાંચો: રાજ કુન્દ્રાને બચાવવાં શિલ્પાનાં બોડીગાર્ડે કારની આગળ દોડીને ભીડ ભેગી થતી અટકાવી, VIDEO VI

    મુકેશ ખન્ના કહે છે કે આને રોકવું જોઈએ. ‘મારા હિસાબે તેનો એક ઉપાય એ છે કે સરકારે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ, જે હાલમાં સિંહ છે. સિંહ પોતાની રક્ષા જાતે કરી શકે છે, પણ ગાય પોતાના ભક્તો તરફ જુએ છે કે તેઓ આગળ આવીને એમના કાતિલોથી, ભક્ષકોથી રક્ષા કરે. પણ દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં બિઝી છે. સરકારે આગળ આવીને ગાયને રાષ્ટ્રીય પશુ, રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવી જોઈએ ત્યારે જ ન્યાય થશે. ગાયનું દૂધ, મૂત્ર, છાણ, ઘી બધું જ અત્યંત ઉપયોગી છે, એટલે ગાય માતાની રક્ષા કરવી આપણા બધાનો ધર્મ છે.’
    Published by:kuldipsinh barot
    First published: