Home /News /entertainment /Death Anniversary: રાજ કપૂર અને મનોજ કુમારનો અવાજ હતા મુકેશ, કોન્સર્ટ દરમિયાન થયું હતું નિધન

Death Anniversary: રાજ કપૂર અને મનોજ કુમારનો અવાજ હતા મુકેશ, કોન્સર્ટ દરમિયાન થયું હતું નિધન

સિંગર મુકેશની પુણ્યતિથિ

Singer Mukesh Death Anniversary: મુકેશનું પૂરું નામ મુકેશચંદ માથુર હતું. લોકો તેને પ્રેમથી મુકેશ કહેતા હતા. તેઓ દેશના સૌથી લોકપ્રિય પ્લેબેક સિંગર હતા. તેમના અવાજનો જાદુ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે.

આજે બોલિવૂડના દિવંગત સિંગર મુકેશની પુણ્યતિથિ (Mukesh Death Anniversary) છે. તેમનું અવસાન 27 ઓગસ્ટ 1976ના રોજ અમેરિકા ખાતે થયું હતું. તે સમયે તેઓ માત્ર 53 વર્ષના હતા. મુકેશનું પૂરું નામ મુકેશચંદ માથુર હતું. લોકો તેને પ્રેમથી મુકેશ કહેતા હતા. તેઓ દેશના સૌથી લોકપ્રિય પ્લેબેક સિંગર હતા. તેમના અવાજનો જાદુ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે.

મુકેશે (Mukesh Voice) રાજ કપૂર, મનોજ કુમાર, ફિરોઝ ખાન, સુનીલ દત્ત અને દિલીપ કુમાર માટે સૌથી વધુ ગીતો ગાયા હતા. મુકેશ આ બધા કલાકારોનો અવાજ હતા. તેમણે વર્ષ 1940થી 1970 વચ્ચે સેંકડો ગીતો ગાયા હતા. તેમણે 'હોંઠો પે સચ્ચાઈ રહતી હૈ', 'દોસ્ત દોસ્ત ના રહા', 'સાવન કા મહિના', 'એક પ્યાર કા નગમા', 'કભી કભી મેરે દિલ મેં', 'સબ કુછ સીખા હમને' જેવા ગીતો ગાયા છે, જે આજે પણ જીવંત છે.

આ પણ વાંચો-શું ગર્ભવતી છે ઐશ્વર્યા રાય બચ્ચન? વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- 'હવે તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે'

ઉલ્લેખનીય છે કે, મુકેશ દિલ્હીના રહેવાસી હતો. તેને પાંચ મોટા ભાઈ-બહેનો હતા. તેમના માતા-પિતાના નામ ચાંદ રાની અને લાલા જોરાવરચંદ માથુર હતું. તેમણે 10મા ધોરણ સુધી દિલ્હીમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ તરત જ કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમના નસીબમાં કંઈક બીજું જ હતું. તેમણે લગ્ન સમારોહમાં એક ગીત ગાયું હતું. જ્યાં અભિનેતા મોતીલાલની નજર તેમની પર પડી અને તેઓ તેમના અવાજ અને વ્યક્તિત્વના ફેન બની ગયા. ત્યારબાદ મોતીલાલે તેમને ફિલ્મોમાં કામ કરવાની અને ગાવાની તક આપી.

આ પણ વાંચો-અમિતાભ બચ્ચન બોડીગાર્ડને આપે છે કંપનીનાં CEO જેટલી સેલરી, જાણો અન્ય સેલિબ્રિટીનાં બોડીગાર્ડનો પગાર

મુકેશે (Mukesh Bollywood Songs) વર્ષ 1941માં ફિલ્મ 'નિર્દોષ' માટે બોલિવૂડમાં પહેલું ગીત ગાયું હતું. આ ગીત હતું 'દિલ જલતા હૈ તો જલને દો'. મુકેશે આ ફિલ્મમાં અભિનેતા તરીકે કામ કર્યું હતું. તે સમયે તેમને ખ્યાલ નહોતો કે લોકો તેમના અભિનય કરતાં તેમનો અવાજ વધારે પસંદ કરશે.

આ પણ વાંચો-Taarak Mehta...: જુઓ નટૂ કાકાની લેટેસ્ટ તસવીરો, કેન્સરથી ઓછા થયા વાળ, ચહેરા પર છે સોજા

જ્યારે મુકેશ 23 વર્ષના હતા, ત્યારે તેમણે સરલ ત્રિવેદી રાયચંદ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં સરલના પરિવારમાંથી કોઈ નહોતું આવ્યું. ત્યારે મોતીલાલે બંનેના લગ્ન મંદિરમાં કરાવ્યા હતા. ખાસ વાત એ હતી કે એ દિવસે મુકેશનો જન્મદિવસ પણ હતો.

મુકેશે બોલીવુડને ઘણા સુપરહિટ ગીતો (Mukesh Superhit Song) આપ્યા છે. વર્ષ 1973માં મુકેશને ફિલ્મ 'રજનીગંધા'ના ગીત 'કઈ બાર યુહી દેખા હૈ' માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. તેના ત્રણ વર્ષ બાદ તેઓ એક મ્યુઝિક કોન્સર્ટ માટે અમેરિકા ગયા હતા. જ્યાં તેમનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.
First published:

Tags: Mukesh Bollywood Songs, Mukesh Death Anniversary, Mukesh Voice

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો