મહેશ-મુકેશ ભટ્ટે લવીના લોધનાં આરોપોને ગણાવ્યાં ખોટા, કર્યો મોટો ખુલાસો

News18 Gujarati
Updated: October 31, 2020, 5:51 PM IST
મહેશ-મુકેશ ભટ્ટે લવીના લોધનાં આરોપોને ગણાવ્યાં ખોટા, કર્યો મોટો ખુલાસો
મહેશ ભટ્ટે સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે તેમનાં પર લાગેલાં તમામ આરોપો ખોટા છે

મહેશ ભટ્ટ (Mahesh Bhatt) અને તેમનાં ભાઇ મુકેશ ભટ્ટે (Mukesh Bhatt)એક્ટ્રેસ લવીના લોધ (Luviena Lodh) વિરુદ્ધ એક કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો છે અને સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે તેમનાં પર લાગેલાં તમામ આરોપો ખોટા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ (Mahesh Bhatt) અને તેમનાં ભાઇ મુકેશ ભટ્ટ (Mukesh Bhatt)એ એક્ટ્રેસ લવિના લોધ (Luviena Lodh) દ્વારા લગાવવામાં આવેલાં તમામ આરોપો ખોટા ગણાવ્યાં છે. બંને ભાઇઓએ એક્ટ્રેસ વિરુદ્ધ એક કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. જે બાદ એક સ્ટેટમેન્ટ જારી કર્યુ છે જેમાં લવિના લોધ અંગે ચોકાવનારા ખુલાસા કર્યા છે તેમણે તેમનાં પર લાગેલાં તમામ આરોપો ખોટા ગણાવ્યાં છે સાથે જ લવિનાનો દાવો ખોટો છે કે તે અમારી વહુ છે.

ભટ્ટ પરિવારનું કહેવું છે કે, લવિના લોધે તેનાં ફ્લેટ પર કબ્જો કરેલો છે અને તેને ખાલી કરાવવાની કાર્યવાહી કર્યા બાદ લવિનાએ આ પગલું લીધુ છે. મહેશ ભટ્ટ (Mahesh Bhatt) અને તેનાં ભાઇ મુકેશ ભટ્ટ (Mukesh Bhatt)નું કહેવું છે કે, મિ. લોધ તેમનાં પતિ સુમિત સબરવાલની વચ્ચે વર્ષ 2016માં વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે અને સુમિત અમારી કંપની વિશેષ ફિલ્મ્સમાં કામ કરે છે. હાલમાં જ તેનાં વિરુદ્ધ એક ફ્લેટને ખાલી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જે પર તેમણે (લવીના)એ કબ્જો કરી રાખ્યો છે. આ કાર્યવાહી બાદથી એક રણનીતિ હેઠળ એક્ટ્રેસ અમારા વિરુદ્ધ અને અમારા પરિવાર વિરુદ્ધ વ્યક્તિગત રૂપે નિશાનો સાધી રહી છે.








View this post on Instagram





I m being harrased by Mahesh Bhatt & family. Pls support.


A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on






ભટ્ટ પરિવારે તેમનાં સ્ટેટમેન્ટમાં તેમનાં વિરુદ્ધ માનહાનીનો કેસ કરવાની જાણકારી આપી છે. અને એક્ટ્રેસનાં આરોપોને ખોટા ગણાવ્યાં છે. જે ઉપરાંત મહેશ ભટ્ટની બહેને પણ એક્ટ્રેસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અને તેમનું કહેવું છે કે, લવિનાનાં પતિ સુમિત તેમનો દૂરનો સંબંધી છે. અને 2010માં તેમનાં લગ્ન થયા હતાં જે બાદ તેઓ તેમનાં જ ઘરમાં રહી રહ્યાં હતાં.

આપને જણાવી દઇએ કે, લવીના લોધે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલાં વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે, સબરવાલ માદક પદાર્થ ખરીદીને ભટ્ટને સપ્લાય કરતો હતો. તેણે દાવો કર્ય હતો કે, ભટ્ટ બંધુઓ દેહવેપારનાં ધંધામાં પણ શામેલ છે. તેણે ભટ્ટ પરિવાર પર સંગીન આરોપો લગાવ્યાં હતાં અને તેમને ઇન્ડસ્ટ્રીનાં ડોન ગણાવ્યાં હતાં. સાથે જ એક્ટ્રેસે દાવો કર્યો હતો કે તે ભટ્ટ પરિવારનાં ભત્રીજાની પત્ની છે.
Published by: Margi Pandya
First published: October 31, 2020, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading