મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇ 30 જૂને યોજાનારી છે. 28 જૂનનના રોજ આકાશના ઘરે અન્ટિલિયામાં પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટી દરમિયાન એક રસમમાં આકાશની બહેન ઇશાએ તેમના ભાઇ અને ભાભીની આરતી ઉતારી શ્લોકાને આશિર્વાદ આપ્યા અને ગળે મળ્યા હતા.
ઇશા અને શ્લોકા બાળપણથી મિત્ર છે. બન્નેનું બોન્ડિંગ આ ફોટામાં જોવા મળી રહ્યુ છે.
આ પહેલા માર્ચમાં આકાશે ગોવામાં શ્લોકાને પ્રપોઝ કર્યુ હતુ, આ ખુશીમાં અંબાણી પરિવારે તેમના નજીકના સંબંધીઓને સામેલ કર્યા હતા. ગોવાથી મુંબઇ પરત ફરતા જ એન્ટિલિયામાં પાર્ટી રાખવામાં આવી હતી. જેમા અનેક બોલીવૂડ સિતારાઓ નજર આવ્યા હતા.
ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડા તેમના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે ઇવેન્ટમાં પહોંચી હતી, પ્રિયંકાએ લાલ રંગની ખૂબસુરત સાડી પહેરી હતી જ્યારે નિકે કોટ પેન્ટ પહેર્યા હતા.
સચિન તેંડુલકર પણ પોતાની પત્ની સાથે આ ઇવેન્ટમાં લાલ કલરના આઉટફિટ સાથે પહોંચ્યા હતા.
સંજય દત્તની બાોયોપિક ફિલ્મ 'સંજૂ' માં લીડ રોલ પ્લે કરી રહેલા એક્ટર રણબીર કપૂર પણ તેમના વ્યસ્ત સેડ્યુઅલ વચ્ચે આ પ્રી- એન્ગેજમેન્ટ સેરેમનીમાં પહોચ્યા હતા.
આલિયા ભટ્ટે પિંક કલરની સાડી પહેરીને ઇવેન્ટમાં હાજરી આપી હતી. આલિયા જલ્દીજ ફિલ્મ 'ગલી બોય'માં રણબીર સાથે નજર આવશે.
ફિલ્મ મેકર કરણ જોહર ડાર્ક રેડ કલરનો કોટ પહેરીને પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીમાં નજર આવ્યો હતો.
આ પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીમાં અન્ય શાહરુખ ખાન, ગૌરી ખાન, આયાન મુખર્જી જેવા સિતારાઓ સામેલ થયા હતા.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર