Home /News /entertainment /MS ધોનીએ લાઈવ આવીને કરી મોટી જાહેરાત, વર્લ્ડ કપ જીતવા જણાવી ફોર્મ્યુલા

MS ધોનીએ લાઈવ આવીને કરી મોટી જાહેરાત, વર્લ્ડ કપ જીતવા જણાવી ફોર્મ્યુલા

એમએસ ધોનીએ લાઈવમાં કહ્યું, "ઓરિયો આ વખતે આપણને કપ જીતાડી શકે છે.

Former captain of Indian team Mahendra Singh Dhoni : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 25 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં ધોનીએ ભારતમાં Oreo બિસ્કિટ લોન્ચ કર્યું છે. ધોનીએ ટી-20 વર્લ્ડ કપ 2022 સાથે પણ તેનું કનેક્શન પણ શોધી કાઢ્યું છે. ઉલ્લેખનિય છે કે ધોનીએ શનિવારે તેના ફેસબુક એકાઉન્ટ પર એક સંદેશ પોસ્ટ કર્યો, જેમાં તેમને જણઆવ્યું હતું કે તેઓ 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે એક રોમાંચક સમાચાર શેર કરવા માટે લાઇવ થશે.

વધુ જુઓ ...

    એમએસ ધોનીની આ જાહેરાતના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા અને ચાહકોએ વિવિધ અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું. ઘણા ચાહકોએ તો ધોનીની IPLમાંથી નિવૃત્તિ વિશે અટકળો પણ શરૂ કરી દીધી હતી. પરંતુ હવે વિશ્વભરના ક્રિકેટ ચાહકોને આ સમાચારથી રાહત મળશે. હાલમાં એમએસ ધોનીની IPL નિવૃત્તિ અંગેની અટકળો પર બ્રેક લાગી છે.

    આ પણ વાંચો:  MS ધોનીના ચોકાવનારા 7 નિર્ણય, કેટલાય નિર્ણય બન્યા ઇતિહાસ

    એમએસ ધોનીએ લાઈવમાં કહ્યું, "ઓરિયો આ વખતે આપણને કપ જીતાડી શકે છે. ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો તે પહેલા Oreo લોન્ચ કરવામાં આવ્યો હતો. જો Oreo ફરી લોન્ચ થાય તો આ વર્ષે ઈન્ડિયા કપ જીતે.. હવે કનેક્શન ક્લિયર થઈ ગયું છે. ચાલો Oreoને ફરીથી લોન્ચ કરીએ. ભારતમાં પ્રથમ વખત Oreo પ્રસ્તુત કરી રહ્યાં છીએ. હું ફરીથી 2011 પાછું લાવી રહ્યો છું. તમારે પણ ઈતિહાસ બનાવવા માટે આગળ આવવું જોઈએ અને તેને ફરી દોહરવું જોઈએ."

    2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

    એમએસ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 ODI વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. 41 વર્ષીય એમએસ ધોનીએ 350 ODI, 98 T20 આંતરરાષ્ટ્રીય અને 90 ટેસ્ટ મેચમાં 17266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 108 અડધી સદી અને 16 સદી ફટકારી હતી.

    એમએસ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ત્રણ વખત આઈસીસી ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. આ સાથે જ તેણે CSKને IPLમાં ચાર વખત ચેમ્પિયન બનાવ્યું છે. તાજેતરમાં CSK મેનેજમેન્ટે IPL 2023માં ધોનીના રમવાની પુષ્ટિ કરી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Ms dhoni, MS Dhoni Retirement, MS Dhoni Twitter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन