Home /News /entertainment /હેં! ક્રિકેટ છોડી પોલીસ ઓફિસર બની ગયો ધોની, હાથમાં ગન સાથે સોશિયલ મીડિયા પર છવાયો 'દબંગ' લુક
હેં! ક્રિકેટ છોડી પોલીસ ઓફિસર બની ગયો ધોની, હાથમાં ગન સાથે સોશિયલ મીડિયા પર છવાયો 'દબંગ' લુક
ધોનીનો ફોટો ઇન્ટરનેટ પર છવાયો
આ તસવીરમાં એમએસ ધોની એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં ધોની પોલીસ ઓફિસરનો યુનિફોર્મ પહેરેલો જોવા મળી રહ્યો છે. ધોનીનો આ નવો લુક જોઈને તમામ ફેન્સ ખુશ થઈ ગયા છે.
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. એમએસ ધોનીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે ત્યારે હવે એમએસ ધોનીની વધુ એક તસવીર ઇન્ટરનેટ પર સામે આવી છે.
આ તસવીરમાં એમએસ ધોની એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં ધોની પોલીસ ઓફિસરનો યુનિફોર્મ પહેરેલો જોવા મળી રહ્યો છે. ધોનીનો આ નવો લુક જોઈને તમામ ફેન્સ ખુશ થઈ ગયા છે. ચાહકો કહે છે કે, શું ધોની હવે ક્રિકેટ છોડીને અભિનયની દુનિયામાં પગ મુકી રહ્યો છે?
ધોનીને ભારતીય સેનાના પેરા ફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ રેન્ક આપવામાં આવ્યો છે. ટ્રેનિંગ દરમિયાન તેણે કાશ્મીરમાં જવાનો સાથે સમય પણ વિતાવ્યો છે. આ દરમિયાન તાજેતરમાં ધોનીનો પોલીસ ઓફિસરનો ફોટો શેર થયો હતો. જે અંગે કહેવામાં આવ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ જાહેરાત માટે પોલીસનો આ યુનિફોર્મ પહેર્યો છે.
ધોનીની આ તસવીર પર ચાહકો જોરદાર પ્રેમ વરસાવી રહ્યાં છે. આ સાથે જ MS ધોનીના આ નવા લૂક પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે ધોની આ લુકમાં ગજ્જબ લાગી રહ્યો છે. બીજી તરફ અન્ય એક યુઝરે કહ્યું કે, ધોની ચોક્કસથી IPL માટે જાહેરાત કરી રહ્યો છે, જે સંદર્ભે પોલીસનો આ યુનિફોર્મ પહેર્યો છે. આ સિવાય એક યુઝરે કહ્યું કે ડાયરેક્ટર રોહિત શેટ્ટીની પોલીસ પણ ધોનીની સામે નિસ્તેજ છે, ફિક્કી પડે છે. એક યુઝરે તો એમ પણ કહ્યું કે ધોની ફિલ્મ 'સિંઘમ 3'માં કેમિયો રોલ કરવા માટે તૈયાર છે.
અહીં ઉલ્લેખનીય છે કે, માહી ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ તે હજુ પણ આઈપીએલ રમતો જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે ભારતને બે વર્લ્ડ કપ અપાવ્યા છે. ધોનીએ વર્ષ 2020માં 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. IPLમાં ધોનીની કેપ્ટનશિપવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ચાર વખત ટ્રોફી જીતી ચુકી છે. વર્ષ 2022માં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી હતી. તેના સ્થાને ફ્રેન્ચાઇઝીએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો પરંતુ આઠ મેચો પછી જાડેજાના સુકાન હેઠળ ટીમે ખરાબ પ્રદર્શન કરતા માહીને ફરી ચાર્જ આપવામાં આવ્યો અને ત્યારથી જ ફરી એકવાર મહેન્દ્ર સિંહ કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર