Mr. India બોડી બિલ્ડર મનોજ પાટિલનો આત્મહત્યાનો પ્રયાસ, એક્ટર સાહિલ ખાન પર લગાવ્યો આરોપ

Mr. India બોડી બિલ્ડર મનોજ પાટિલનો આત્મહત્યાનો પ્રાયાસ

મનોજ પાટિલ (Manoj Patil)એ એક આત્મહત્યાની નોટ (Suicide Note) લખી છે. જેમાં તેણે એક્ટર સાહિલ ખાન (Sahil Khan) પર સાઇબર બુલિંગ અને માનસિક રૂપથી પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મિસ્ટર ઇન્ડિયા રહી ચુકેલાં બોડી બિલ્ડર રહી ચુકેલાં મનોજ પાટિલ (Mr India Bodybuilder Manoj Patil)એ મુંબઇમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગત રાત્રે તેણે ઉંઘની ગોળી ખાઇે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમય રહેતાં મનોજ પાટિલને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું ઇલાજ ચાલુ છે. મનોજે એક સ્યુસાઇડ નોટ (Suicide Note) લખી છે. જેમાં તેણે એક્ટર સાહિલ ખાન (Sahil Khan) પર સાઇબર બુલિંગ અને માનસિક રૂપથી પરેશાન કરવાનો આરોપ છે.

    મનોજ પાટિલ (Manoj Patil)એ એક લાંબી સ્યૂસાઇડ નોટ લખી છે જે સાથે તેણે સોશિયલ મીડિયા (Social Media) પર ઓડિયો પોસ્ટ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વયારલ થઇ રહ્યો છે. મનોજ પાટિલે એક્ટર સાહિલ ખાન પર આરોપ લગાવ્યો છે કે, તે તેને ગત કેટલાંક દિવસોથી પરેશાન કરી રહ્યો છે. આ કારણે તેને આ પગલું ઉઠાવ્યું છે.

    આ પણ વાંચો-Porn Case: રાજ કુન્દ્રા વિરુદ્ધ 1500 પાનાની ચાર્જશીટ દાખલ, 43 સાક્ષીનાં નિવેદન લેવાયા

    વર્ષ 2016માં મિસ્ટર ઇન્ડિયા મનોજ પાટિલ મિસ્ટર ઓલંપિયા માટે પ્રયાસ કર્યો હતો. સાહિલ ખાન પણ આ પ્રતિયોગિતામાં પ્રવેશ કરવાં ઇચ્છો હતો. મનોજ પાટિલનો આરોપ છે કે, આ કરાણે સાહિલ ખાન તેને પ્રતિયોગિતામાં ભાગ લેવા દેવા નહોતો ઇચ્છતો.

    આ પણ વાંચો-જ્યારે યુઝરે અનિલ કપૂર વિશે કહ્યું, એ યુવાન દેખાવા સાપનું લોહી પીવે છે, જાણો એક્ટરનો જવાબ

    આ ઉપરાંત મનોજ પાટલિ એમ પણ કહ્યું છે કે, સાહિલ ખાને તેને સોશિયલ મીડિયા પર બદનામ કર્યો હતો. આ બધું તેનાં આત્મહત્યાનાં પ્રયાસનો કારણ બનેલો છે. આ વચ્ચે મનોજ પાટિલે પરિવારનેઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. કહેવાય છે કે, મનોજ પાટિલનો પરિવાર મનસે અધ્યક્ષ રાજ ઠાકરેને મળીને મદદ માંગશે.

    આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:Margi Pandya
    First published: