સુશાંતનાં કેસની તપાસ માટે અમિત શાહની લેવાઇ મદદ, બોલિવૂડમાં ખળભળાટ

News18 Gujarati
Updated: June 29, 2020, 3:15 PM IST
સુશાંતનાં કેસની તપાસ માટે અમિત શાહની લેવાઇ મદદ, બોલિવૂડમાં ખળભળાટ

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં આક્સમિક નિધનથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે તેવામાં છેલ્લા ઘણાં સમયથી તેનાં ફેન્સ ફ્રેન્ડ્સ અને પરિવારવાળા એક જ માંગણી કરે છે કે સુશાંતનાં કેસની જડમૂળથી તપાસ થાય. આ મામલે ઘણાં રાજનેતાઓને પણ સુશાંતનાં નિકટનાં લોકો દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે તેઓ આ અંગે તપાસમાં ધ્યાન આપે ત્યારે હવે આ વાત પર ખુદ ગૃહપ્રધાન અમિત શાહે કડક પગલા લેવા જણાવ્યું છે.

ઝારખંડથી ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ ગૃહમંત્રી અમિત શાહને કહ્યું છે કે, આ કેસમાં તપાસ કરો. સાથે જ આ સાંસદે દેશની ટોચ લેવલની એજન્સીઓને પણ આ તપાસમાં હાથ આપવાની વાત કરી છે.

સાંસદે અમિત શાહને પત્ર લખીને કહ્યું કે, બોલિવૂડ જગતને એવા લોકો નિયંત્રિત કરી રહ્યા છે જેમના સંબંધ માફિયાઓ સાથે છે. ફિલ્મોમાં ગેરકાયદેસર પૈસા વપરાય રહ્યા છે. આવા બધા કારણોસર જ સુશાંત જેવા પ્રતિભાશાળી યુવાનોને પરેશાન કરવામાં આવે છે કે તેઓ કંટાળીને આત્મહત્યા જેવું પગલું ભરી લે છે.

આ સાથે જ સાંસદે પત્રમાં આગળ વાત કરી કે, બોલિવૂડમાં કેટલાક એવા લોકો છે જે દાઉદ ઇબ્રાહિમ સાથે પણ સંબંધ ધરાવે છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આવા માફિયા લોકોને એકસાથે પણ જોવા મળ્યા છે. ડ્રગ્સના વેપારથી જોડાયેલ લોકોના પૈસા પણ બોલિવૂડમાં લાગી રહ્યા છે. તેથી હું માગ કરું છું કે સુશાંત સિંહ રાજપૂતની મોત અને તેના કારણો જાણવા માટે
CBI,  ED,  Income Tax,  NIA, SIT વગેરેને લઈ તપાસ કરાવવી જોઈએ. ગૃહમંત્રી અમિત શાહને આગ્રહ કરું છું કે આ કેસમાં તપાસ કરાવો.
First published: June 29, 2020, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading