Home /News /entertainment /

બોલિવૂડ અને ડ્રગ્સનાં દાવા પર ઉગ્ર થયા જયા બચ્ચન, બોલ્યા- 'જે થાળીમાં ખાય છે તે થાળીમાં છેદ કરે છે'

બોલિવૂડ અને ડ્રગ્સનાં દાવા પર ઉગ્ર થયા જયા બચ્ચન, બોલ્યા- 'જે થાળીમાં ખાય છે તે થાળીમાં છેદ કરે છે'

રાજ્ય સભામાં જયા બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કર્યો બચાવ

મોનસૂન સત્ર (Monsoon Session 2020) નાં પહેલાં દિવસે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સાંસદ રવિ કિશન (Ravi Kishan)એ કહ્યું કે, તેમણે ચીન અને પાકિસ્તાનમાં માદક પદાર્થની તસ્કરીનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો અને સરકારને સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની કથિત આત્મહત્યાની તપાસ મામલે ડ્રગ એંગલ સામે આવ્યા બાદ તેનાં સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી છે. સોમવારે સંસદનાં મોનસૂન સત્રનાં પહેલાં દિવસે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સાંસદ રવિ કિશન (Ravi Kishan)એ લોકસભામાં માદક પદાર્થનો મુદ્દો ઉઠાવ્યો. યૂપી સ્થિત ગોરખપૂરમાં ભાજપનાં સાંસદ રવિ કિશને સોમવારે દાવો કર્ય કે, પાડોશી મુલ્ક ચીન અને પાકિસ્તાન હિન્દુસ્તાનની યુવા પેઢીને બરબાદ કરવા માટે નશીલા પદાર્થની તસ્કરી કરી રહ્યું છે અને નશાની આ જાળમાં મોટી સંખ્યામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકો પણ શામેલ છે.

  રવિ કિશનનાં દાવા પર સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan)એ સદનમાં પ્રતિક્રિયા આપી હતી. જયા બચ્ચને નામ લીધા વગર કહ્યું કે, 'ફિલ્મ ઉદ્યોગમાં જ શામેલ લોકો સોશિયલ મીડિયા દ્વારા ભડકી રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવનારા તેને નાલી કહે છે. હું આ વાતથી સંપૂર્ણ અસહમત છુ મને આશા છે કે, સરાકર આવા લોકોને આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવા માટે કહેશે.'

  આ શરમજનક છે- જયા બચ્ચન
  જયા બચ્ચને કહ્યું કે, 'ફક્ત એટલાં માટે કે કેટલાંક લોકો ખરાબ છે આપ આખાં ફિલ્મ ઉદ્યોગની છબિને ધૂમિલ ન કરી શકો. મને શરમ આવે છે કે, ફિલ્મ ઉદ્યોગથી સંબંધ રાખનારા લોકસભામાં અમારા એક સભ્યે આ વિરુદ્ધ વાત કરી. આ શરમજનક છે. ' તેણે કહ્યું કે, 'ફિલ્મ ઉદ્યોગ લોકોનાં રોજગારનો એક સ્ત્રોત છે. તે હમેશાં સરકારની મદદ કરવાં આગળ આવ્યો છે. તેથી હું આપને ઉદ્યોગને સમર્થન કરવાનો અનુરોધ કરું છું. ' જયા બચ્ચને કહ્યું કે, જે થાળીમાં કાય, તેમાં જ છેદ કરી રહ્યાં છે.

  આ પણ વાંચો- શિવસેના અંગે ફરજી ખબર પર પ્રતિક્રિયા આપી ટ્રોલ થઇ કંગના રનૌટ, લોકોએ કહ્યું- 'એને ખબર નથી કે..'

  ઉલ્લેખનીય છે કે, રવિ કિશને કહ્યું હતું કે, અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સની ઘુસણખોરી થઇ ગઇ છે. અને NCB તેની તપાસ કરી રહી છે. ગોરખપુરથી ભાજપનાં સાંસદે કહ્યું કે, 'મારી માંગણી છે કે આ મામલે કડક કાર્યવાહી થાય અને ચીન તથી પાકિસ્તાનાં ષડયંત્ર પર રોક લગાવી શકાય.'

  'આપણાં યુવાનોને બરબાદ કરવાનું ષડ્યંત્ર રચાઇ રહ્યું છે' રવિ કિશન

  સમાચાર એજન્સી PTI અનુસાર, ગોરખપુરનાં સાંસદ રવિ કિશને કહ્યું કે, 'આપણાં યુવાનોને બરબાદ કરવાનું ષડયંત્ર રચાઇ રહ્યું ચે આ ખુબજ દુર્ભાગ્યની વાત છે કે, આ ષડયંત્રમાં આપણાં પાડોશી દેશ શામેલ છે. દર વર્ષે પાકિસ્તાન અને ચિનથી ભારે માત્રામાં નશીલા પદાર્થની તસ્કરી થઇ હી છે. અને તેમને સ્થાનિક અપરાધિઓને મદદ માટે પહોંચાડવામાં આવે છે.'

  આ પણ વાંચો- સામંથાએ સારા અલી અને રકૂલ પ્રીતને કહ્યું Sorry, આ છે કારણ....

  તેમણે કહ્યું કે, 'કેન્દ્ર સરાકરની સખતીને કારણે આ તસકરીનાં અનેક કેસ સામે આવ્યાં છે. અને આ ખુબજ દુખની વાત છે મોટી માત્રામાં અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકો પણ આમાં શામેલ છે. આપણી યુવા પેઢી ફિલ્મી સિતારાઓનાં પગલે ચાલી રહી છે. અને આ દ્વારા તે અનેક ન જોઇતી વસ્તુઓ શીખે છે.'

  ભોજપુરી ફિલ્મોનાં સુપરસ્ટાર માનવામાં આવતા ભાજપનાં સાંસદ રવિ કિશનનું આ નિવેદન તે સમયે સામે આવ્યું જ્યારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે મુંબઇ અને ગોવામાં ઘણાં સ્થાન પર છાપો માર્યો છે. માદક પદાર્થનાં સેવનથી જોડાયેલાં કેસમાં NCBએ થોડા સમય પહેલાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. (ભાષા ઇનપૂટની સાથે)
  Published by:Margi Pandya
  First published:

  Tags: Entertainment, Jaya bachchan, બોલીવુડ, રાજ્યસભા

  આગામી સમાચાર