વિરાટ-અનુષ્કાની દેશભક્તિ પર પ્રશ્ન ઉઠાવતા બીજેપી નેતાએ બકી નાંખ્યુ કંઈક આવું

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 21, 2017, 5:32 PM IST
વિરાટ-અનુષ્કાની દેશભક્તિ પર પ્રશ્ન ઉઠાવતા બીજેપી નેતાએ બકી નાંખ્યુ કંઈક આવું

  • Share this:
દેશભક્તિનો સર્ટીફિકેટ જાણે બીજેપીના નેતા જ આપી શકતા હોય તેનો દિવસે-દિવસે માહોલ સર્જાઈ રહ્યો છે. તેવામાં વધુ એક બીજેપી નેતાએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નને લઈને તેમના પર શાબ્દિક હુમલો કરીને દેશભક્તિનો નેગટીવ સર્ટિફિકેટ આપવાની કોશિશ કરી હતી. વિરાટ અને અનુષ્કા શર્માએ ટૂંક સમય પહેલા જ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. આ બાબતને લઈને બીજેપીના નેતાએ કહ્યું કે, તેઓએ ભારતને છોડીને બીજા દેશમાં લગ્ન કર્યા તેથી તેઓ દેશભક્ત નથી.

મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ઈટાલીમાં લગ્ન કરવાને લઈને નવદંપતિની રાષ્ટ્રભક્તિ પર પ્રશ્ન ઉભા કરી દીધા છે.

ગુનામાં આયોજિત વડાપ્રધાન કૌશલ વિકાસ કેન્દ્રના કાર્યક્રમને સંબોધિત કરતાં ધારાસભ્યએ કહ્યું કે, ભારતમાં પૈસા અને પ્રસિદ્ધિ મેળવ્યા છતાં વિદેશમાં જઈને લગ્ન કરવા કેટલા યોગ્ય છે. અનુષ્કા શર્મા ઉપર પણ આવેદન આપતા નેતાએ લગ્નમાં ખર્ચ થયેલ કરોડો રૂપિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ધારાસભ્યએ કહ્યું કે, ભારતમાં ભગવાન રામ અને રાજા વિક્રમાદિત્ય જેવાઓના લગ્ન થયા છે, તો હિન્દુસ્તાનને છોડીને વિદેશમાં લગ્ન કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. તે ઉપરાંત આ નેતાએ તો યુવાઓને પણ સલાહ આપી નાંખી કે, કોહલીને પોતાનો આદર્શ માનવો જોઈએ જ નહી.

વડાપ્રધાન કૌશલ વિકાસ કેન્દ્રના શુભારંભના કાર્યક્રમ પર મુખ્ય અતિથિ તરીકે આવેલા પન્નાલાલે શાક્ય મંચ પરથી જ વિવાદીત નિવેદનબાજી કરી છે. આ કાર્યક્રમમાં ભાજપાના જિલ્લાધ્યક્ષ રાધેશ્યામ પારીક પણ હાજર હતા.

 
First published: December 20, 2017, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading