Home /News /entertainment /Christmas 2021: વર્ષના અંતે આ ફિલ્મો મચાવશે પડદા પર ધૂમ, જુઓ લીસ્ટ

Christmas 2021: વર્ષના અંતે આ ફિલ્મો મચાવશે પડદા પર ધૂમ, જુઓ લીસ્ટ

ક્રિસમસ પર આ ફિલ્મો રિલીઝ થશે

કોરોના મહામારીના કારણે ઘણી બિગ બજેટ ફિલ્મો રીલીઝ (Big Budget Films) થવાની બાકી છે. અમુક ફિલ્મો ક્રિસમસ (Films Releasing on Christmas) પર ધૂમ મચાવશે. અહીં હિન્દી, તમિલ, તેલુગુ, ઇંગ્લિશ ફિલ્મોની યાદી (List of Movies) છે, જે ક્રિસમસ (Christmas) પર રીલીઝ થવા જઇ રહી

વધુ જુઓ ...
  કોરોના મહામારીના કારણે ઘણી બિગ બજેટ ફિલ્મો રીલીઝ (Big Budget Films) થવાની બાકી છે. જે પૈકી અમુક ફિલ્મો જેવી કે સૂર્યવંશી, અન્નાથ્થી, એનેમી, એટર્નલ્સ વગેરે દિવાળી પર સરકારની થીએટરો ખોલવાની મંજૂરી બાદ રીલીઝ થઇ ચૂકી છે. જ્યારે કે અમુક ફિલ્મો ક્રિસમસ (Films Releasing on Christmas) પર ધૂમ મચાવશે. અહીં હિન્દી, તમિલ, તેલુગુ, ઇંગ્લિશ ફિલ્મોની યાદી (List of Movies) છે, જે ક્રિસમસ પર રીલીઝ થવા જઇ રહી છે.

  ક્રિસમસ (Christmas) પર રીલીઝ થનાર બોલિવુડ ફિલ્મો

  83

  ભારતે 1983માં જીતેલા વર્લ્ડ કપની કહાની આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. રણવીર સિંહ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર ભજવશે. ટ્રેલર રીલીઝ થવાની સાથે જ આ ફિલ્મ ખૂબ ચર્ચાઓ વહોરી રહી છે. હિન્દી ઉપરાંત આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ 24 ડિસેમ્બરે રીલીઝ થશે.

  અતરંગી રે

  રાંઝણા બાદ સુપર સ્ટાર ધનુષ ફરી ફિલ્મ અતરંગી રે દ્વારા બોલીવૂડમાં પરત ફરવા જઇ રહ્યો છે. આ વખતે તેઓ સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે દેખાશે. ફિલ્મને આનંદ એલ રાયે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે ડિઝની+હોટસ્ટાર ડિજીટલ પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવશે.

  ક્રિસમસ (Christmas) પર આવનાર તેલુગુ ફિલ્મો

  શ્યામ સિંઘ રોય

  રાહુલ સાંકૃત્યન દ્વારા નિર્દેશિત અને વેંકટ બોયનાપલ્લી દ્વારા બેંકરોલ કરાયેલ આ ફિલ્મ નિહારિકા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. નાની અને સાઈ ઉપરાંત, તેમાં મેડોના સેબેસ્ટિયન, જેશુ સેનગુપ્તા, મુરલી શર્મા અને રાહુલ રવિન્દ્રન છે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે.

  ઘાની

  વરુણ તેજ અભિનીત લાંબા સમયથી રાહ જોવાતી તેલુગુ સ્પોર્ટ્સ ડ્રામા ઘાની 24 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે મુલતવી રાખવામાં આવી છે. નવી રીલીઝ ડેટ વિશે હાલ કોઇ ખુલાસો કરાયો નથી. ફિલ્મમાં વરુણ તેજ, ​​સાઈ માંજરેકર, બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી, ઉપેન્દ્ર અને નવીન ચંદ્રા છે.

  ક્રિસમસ (Christmas) પર રીલીઝ થનાર મલયાલમ ફિલ્મ

  મિન્નાલ મુરલી

  બેસિલ જોસેફ દિગ્દર્શિત મિન્નાલ મુરલી એક સુપરહીરો ફિલ્મ છે, જે અરુણ અનિરુધન અને જસ્ટિન મેથ્યુ દ્વારા લખવામાં આવી છે અને સોફ દ્વારા બેંકરોલ કરવામાં આવી છે. ફિલ્મને વીકેન્ડ બ્લોકબસ્ટર્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 24 ડિસેમ્બરથી સ્ટ્રીમ થશે.
  ક્રિસમસ (Christmas) પર રીલીઝ થનાર હોલીવૂડ ફિલ્મો

  ધ મેટ્રિક્સ રીસ્યુરેક્શન

  કેનેડિયન અભિનેતા કીનુ રીવ્સ તેની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝી મેટ્રિક્સમાં ફરીથી થોમસ એન્ડરસન એટલે કે નીઓની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ધ મેટ્રિક્સ રીસ્યુરેક્શન નામની ફિલ્મ ફ્રેન્ચાઈઝીનો ચોથો ભાગ છે. ફિલ્મ 22 ડિસેમ્બરે રીલીઝ થશે.

  આ પણ વાંચોIMDb 2022 Movie List: K.G.F. 'ચેપ્ટર 2'થી લઈને કંગના રનૌતની 'ધાકડ', આ 10 ફિલ્મો આવતા વર્ષે ધૂમ મચાવશે

  ધ કિંગ્સ મેન

  ધ પીરિયડ એક્શન સ્પાય થ્રિલર ધ કિંગ્સ મેન 22 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે, તે કિંગ્સ મેન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે અને અગાઉ રિલીઝ થયેલી પ્રિક્વલ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Christmas, Christmas celebration, New Movie, Release date

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन