ન્યૂઝ18 ગુજરાતી: સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ દર્શકોની સાથે ક્રિટિક્સને પણ ખૂબ પસંદ પડી છે. સાથે જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર ફિલ્મને 'ઇમ્પેક્ટફુલ'
ગણાવી વખાણ કર્યા હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી, જ્યારે ત્રીજા દિવસના કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે.
'ઉરી'એ રીલિઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર 12.4.3 કરોડની કમાણી કરી હતી, જ્યારે ત્રીજા દિવસનું કલેક્શન 15.10 કરોડ રહ્યું હતું. સાથે જ ત્રણ દિવસમાં કુલ 35.73 કરોડની કમાણી થઇ છે. ફિલ્મ 50 કરોડનો આંકડો પાર કરે તેવી
સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' સર્જિકલ સ્ટ્રાઇક પર બેઝ છે. આ ફિલ્મમાં વિક્કી સાથે યામી ગૌતમ, પરેશ રાવલ, કીર્તિ કુલહારી અને મોહિત રૈના પણ મહત્વની ભૂમિકામાં છે. ડિરેક્ટર આદિત્ય ઘરની આ ફિલ્મનું શૂટિંગ સર્બિયામાં કરાયું હતું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર