બોક્સ ઓફિસ પર Total Dhamaal, બીજા દિવસે કર્યા આટલા કરોડ

ફિલ્મના બીજી દિવસના કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે

હવે ફિલ્મના બીજી દિવસના કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: બોક્સ ઓફિસ પર આ વીકે ઇન્દ્ર કુમાર નિર્દેશિત ફિલ્મ 'ટોટલ ધમાલ' રીલિઝ થઇ છે. ફિલ્મને રીલિઝ બાદ દર્શકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે. જ્યાં ફિલ્મે રીલિઝના પહેલાં દિવસે જ દમદાર કમાણી સાથે શરૂઆત કરી હતી. ફિલ્મે શુક્રવારે 16.50 કરોડની કમાણી કરી હતી. જ્યારે હવે ફિલ્મના બીજી દિવસના કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે.

  ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે, ફિલ્મે શનિવારે એટલે કે બીજા દિવસે 20.40 કરોડની કમાણી કરી હતી. જ્યાં ફિલ્મની કુલ કમાણી 36.90 કરોડ થઇ ચૂકી છે. ફિલ્મનું બજેટ લગભગ 100 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં અજય દેવગણ, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, સંજય મિશ્રા, બોમન ઇરાની, ઇશા ગુપ્તા અને જોની લીવર જેવા સ્ટાર્સ છે.

  આ પણ વાંચો: સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવા માગે છે અનિલ કપૂર

  હવે જોવાનું એ રહેશે કે આ મલ્ટી સ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સફળ સાબિત થશે અને કેટલા નવા રેકોર્ડ બનાવશે.
  Published by:Azhar Patangwala
  First published: