Home /News /entertainment /

Movie Review: જીમિત ત્રિવેદી અને જોની લિવરની 'જયસુખ ઝડપાયો' જોવી કે નહીં ?

Movie Review: જીમિત ત્રિવેદી અને જોની લિવરની 'જયસુખ ઝડપાયો' જોવી કે નહીં ?

વાંચો જયસુખ ઝડપાયોનો મૂવી રિવ્યૂ

Jaysukh Zadpayo Movie Review: જીમિત ત્રિવેદી, જે ફિલ્મમાં 'જયસુખ'નું પાત્ર ભજવી રહ્યો છે તેણે કહ્યું હતું કે 'મહામારીએ આપણા ચહેરા પરનું સ્મિત છિનવી લીધું છે પરંતુ આ ફિલ્મ સાથે દર્શકો હસતાં-હસતાં થિયેટરમાંથી બહાર નીકળશે'.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક બાદ એક સારી ફિલ્મો આવી રહી છે. હિન્દી ફિલ્મોનાં કલાકારોનું પણ હવે ગુજરાતી ફિલ્મો તરફ ઝુકાવ વધ્યું છે. તેવામાં આજે જીમિત ત્રિવેદી (Jimit Trivedi) અને જોની લિવર (Johny Lever)સ્ટાર અને ધર્મેશ મેહતાનાં (Dharmesh Mehta) ડિરેક્શનમાં બનેલી 'જયસુખ ઝડપાયો' (Jaysukh Zdpayo) રિલીઝ થઇ છે. ફિલ્મ દર્શકોનો લાફટર ડોઝ વધારે તેવી છે. ફિલ્મની શરૂઆતથી અંત સુધી હળવી સ્માઇલ દર્શકોનાં ચહેરા પર રહેશે તેમ મૂવી જોનારાનું કહેવું છે.

  ફિલ્મની વાર્તા- દેવું ઉતારવાં ગામડેથી 'જયસુખ' અમદાવાદ આવે છે ત્યાં તે લવ ટ્રાયએંગલમાં સપડાયી જાય છે. તેને એક સામાન્ય યુવતી અને તેની કલિગ મિત્ર સાથે પ્રેમ થઇ જાય છે પણ તે જે સાડીઓની દુકાનમાં કામ કરે છે તેનો માલિક ઇચ્છે છે કે જયસુખનાં લગ્ન તેની દીકરી સાથે થાય. આ ફિલ્મમાં જોની લિવર 'જયસુખ'નાં માલિકનો રોલ કરે છે જેનું નામ 'મનસુખ' છે. ફિલ્મની વાર્તા લવ ટ્રાયએંગલ અને તેને કારણે સર્જાતી કોમેડીની આસપાસ ફરે છે. ફિલ્મની કહાની આમ તો ઘણી જ ચવાઇ ગઇ છે. આવી કહાની દર્શકોએ અનેક વખત હિન્દી કે ગુજરાતી ફિલ્મોમાં જોઇ હશે. પણ આ ફિલ્મમાં તે કોમેડી સાથે પિરસવામાં આવી છે જે દર્શકોને એન્જોય કરાવશે.

  ડિરેક્ટર ધર્મેશ મહેતા (Dharmesh Mehta), જેઓ તેમની ગુજરાતી ફિલ્મ 'પપ્પા તમને નહીં સમજાય' માટે જાણીતા છે, તેઓ હવે તેમની ફિલ્મ 'જયસુખ ઝડપાયો' (Jaysuk Zdpayo) માટે પ્રોડ્યૂસર બન્યા છે.  તેમની આ ફિલ્મમમાં જોની લીવર (Johny Lever), જીમિત ત્રિવેદી (Jimit Trivedi), હાર્દિંક સાંગાણી (Hardik Sangani), પૂજા જોશી (Puja Joshi), અનંગ દેસાઈ (Anang Desai), સાંચી પેશ્વાની (Sanchi Peswani), મોનાઝ મેવાવાલા (Monaz Mevawala), સંગીતા ખાનયત (Sangeeta Khanayat) અને હેમાંગ દવે (Hemang Dave) જેવા ટેલેટેન્ડ એક્ટર્સ છે. ફિલ્મ 'જયસુખ ઝડપાયો' કોમેડી ફિલ્મ છે. ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે 'ફિલ્મ ફન અને એન્ટરટેન્મેન્ટથી ભરપૂર છે, જે દર્શકો માટે સ્ટ્રેસ-બસ્ટર સાબિત થશે'  જીમિત ત્રિવેદી, જે ફિલ્મમાં 'જયસુખ'નું પાત્ર ભજવી રહ્યો છે તેણે કહ્યું હતું કે 'મહામારીએ આપણા ચહેરા પરનું સ્મિત છિનવી લીધું છે પરંતુ આ ફિલ્મ સાથે દર્શકો હસતાં-હસતાં થિયેટરમાંથી બહાર નીકળશે'.

  ગુજરાતી ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં જોની લીવરે કહ્યું હતું 'મેં મારા કરિયરની શરૂઆત ગુજરાતીઓ સાથે ગુજરાતના અલગ-અલગ સ્થળોએ લાઈવ શોમાં પર્ફોર્મન્સ આપીને કરી હતી. તેથી હું ગુજરાતી સારી રીતે બોલી શકું છું અને આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો'.

  આ પણ વાંચો-Aashram 3 Review: સીઝન 3માં 'બાબા નિરાલા'ની ભગવાન બનવાની સફર દર્શકોને એટલી ન ગમી, સિરીઝની પકડ થઇ ઢીલી

  બોલિવુડ ફેમ અમિત આર્યન ફિલ્મના સ્ક્રીનરાઈટર છે, જ્યારે ડાયલોગ બોલિવુડના ટેલેન્ટેડ ડિરેક્ટર-રાઈટર સંજય છેલે લખ્યા છે. નમનરાજ પ્રોડક્શનના બેનર હેઠળ, ફિલ્મનું પ્રોડક્શન ધર્મેશ મહેતાએ કર્યું છે, સમીર દોશી, પ્રવીણ બોહરા અને મિનશ મહેતા કો-પ્રોડ્યૂસર છે.

  આ 'ફિલ્મમાં ત્રણ ગીતો છે અને ટાઈટલ સોન્ગ સુખવિંદર સિંહે ગાયું છે. આ તેમનું પહેલું ગુજરાતી ગીત છે. બીજુ સોન્ગ ગુજરાતી અને ઈંગ્લિશનું મિશ્રણ છે, તેને ભૂમી ત્રિવેદીએ અવાજ આપ્યો છે. ત્રીજું સોન્ગ રોમેન્ટિક ડ્યુએટ છે, જેનું શૂટિંગ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે અને તેને જાવેદ અલી તેમજ પલક મુંછાલે સુંદર રીતે ગાયું છે. ત્રણેય સોન્ગ અલગ-અલગ જોનરના છે અને તેના લિરિક્સ કવિ તેમજ ગીતકાર મેધા અંતાનીએ લખ્યા છે. સોન્ગને કમ્પોઝ કશ્યપ સોમપુરાએ કર્યા છે'.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Jaysukh zadpayo, Movie Review

  આગામી સમાચાર