Home /News /entertainment /

'PM નરેન્દ્ર મોદી'નાં ફેન્સ થયા દર્શકો, કહ્યુ- ફૂલ પૈસા વસૂલ ફિલ્મ

'PM નરેન્દ્ર મોદી'નાં ફેન્સ થયા દર્શકો, કહ્યુ- ફૂલ પૈસા વસૂલ ફિલ્મ

ફિલ્મ ક્રિટિક ગિરિશ જૌહરે લખ્યું, સાધારણ અને મજબૂત, ઓમાંગ કુમાર તે સાધારણ વ્યક્તિની કહાની સૌની સામે લાવવામાં સફળ રહ્યાં જેને દેશભરમાં લોકો પ્રેમ કરે છે

ફિલ્મ ક્રિટિક ગિરિશ જૌહરે લખ્યું, સાધારણ અને મજબૂત, ઓમાંગ કુમાર તે સાધારણ વ્યક્તિની કહાની સૌની સામે લાવવામાં સફળ રહ્યાં જેને દેશભરમાં લોકો પ્રેમ કરે છે

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: 'PM નરેન્દ્ર મોદી' નાં જીવન પર બની રહેલી ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' આખરે આજે રિલીઝ થઇ ગઇ છે. પહેલો શો જોયા બાદ ક્રિટિક્સ અને સામાન્ય જનતા બધા જ તેનાં વખાણ કરી રહ્યાં છે. ટ્વટિર પર આ ફિલ્મને લઇને મજેદાર રિએક્શન મળી રહ્યાં છે. અનુજ બોસ લખે છે કે, #PMNarendraModi ફિલ્મ જોઇ રહ્યોછું. વિવેક ઓબેરોયે આ ફિલ્મમાં શાનદાર કામ કર્યુ છે. આ એક મસ્ટવોચ ફિલ્મ છે.

    ફિલ્મ ક્રિટિક ગિરીશ જૌહર લખે છે કે, સાધારણ અને મજબૂત, ઓમાંગ કુમાર તે સાધારણ માણસની કહાની સૌની સામે લાવવામાં સફળ રહ્યાં, જેને દેશભરમાં અઢળક પ્રેમ મળ્યો છે. આ ફિલ્મ જોઇને મોદીજીનાં ફેન્સની 56 ઇંચની છાતી
    ગર્વથી ફુલી જશે.



    એક્ટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર દિવ્યા ખોસલા લખે છે કે, 23 મેની રાત્રે #PMNarendraModi જોઇ. આ ફિલ્મ માનનીય પ્રધાનમંત્રીની જેમ જ ખુબજ પ્રેરણાદાયક છે. નિશાંત ભૂસેએ ફિલ્મમાં વિવેક ઓબેરોયનાં પરફોર્મન્સને
    શાનદાર ગણાવ્યું છે.

    આ પણ વાંચો-Lok Sabha Election 2019: આ 7 સેલિબ્રિટીઝને મળી કારમી હાર

    જ્યારે થિએટર્સમાં જઇ ઓડિયન્સ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો, દર્શકોએ તેને પૈસા વસૂલ ગણાવી છે. એક ભાઇએ તો આ ફિલ્મને 5 સ્ટાર જ આપી દીધા. તો કેટલાંક એવાં પણ હતાં જેમણે એવું કહ્યું કે, એવું લાગતું જ નથી કે
    ફિલ્મમાં એક્ટિંગ કરવામાં આવી હોય. એવું લાગે છે જાણે બધુ જ અસલી છે. એક દર્શકનું કહેવું છે કે, 'બહુ વર્ષો બાદ એક એવી ચીજ આવી છે, જેની આપણાં દેશને ખુબ જરૂર હતી.'



    એક ફેનનું કહેવું છે કે, ફિલ્મ દિલને સ્પર્શી ગઇ. જે રીતે પીએમમોદીએ આખી દુનિયામાં ઝંડો ફરકાવ્યો છે તે રીતે ફિલ્મ પણ કમાલ કરશે. અમારા બાળકો આ ફિલ્મ જુવે. જેથી તેમને માલૂમ થાય કે, એક સામાન્ય વ્યક્તિ તેની મહેનત અને
    સંઘર્ષથી ક્યાંથી ક્યાં પહોંચી શકે છે.

    આ પણ વાંચો-Lok Sabha Election 2019: આ સેલિબ્રિટીઝે ચૂંટણીમાં લહેરાવ્યો જીતનો પરચમ
    Published by:Margi Pandya
    First published:

    Tags: Fan, Movie Review, પીઅેમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन