Movie Review: શૂન્ય જ છે અનુષ્કા, શાહરૂખ અને કેટરિનાની 'ZERO'

Movie Review: શૂન્ય જ છે અનુષ્કા, શાહરૂખ અને કેટરિનાની 'ZERO'
ઝીરો, ફિલ્મ પોસ્ટર

ધીમે ધીમે ફિલ્મ તેનો ચાર્મ ગુમાવવા લાગે છે. ફક્ત દસ મિનિટ છે જે ફિલ્મમાં યાદ કરવા લાયક છે. બાદમાં ફિલ્મમાં એક જપ્રકારનાં જોક્સ અને અનથડ સીન્સથી બનેલી બોરિંગ લાગે છે.

 • Share this:
  મુંબઇ: બઉઆ સિંહ (શાહરૂખ ખાન) 18 વર્ષનો એક વર્ટિકલી ચેલેન્જ વ્યક્તિ છે. જે મેરઠમાં રહે છે. બઉઆ કાઉબોય બનવાનાં સપના જુએ છે. અને તે સપનામાં તેનો સૌથી મોટો દુશ્મન તેના પિતા છે. બઉઆ સપનામાં ફ્રેન્ચ બોલતા તેનાં પિતાને ચુપ કરાવે છે. સપનામાં આ ગુસ્સો ખેખરમાં તેનાં વિચારોને કારણે છે જે બઉઆનાં મગજમાં શરૂઆતથી જ છે. ખરેખરમાં બઉઆ તેનું ઠિંગુજી હોવા પાછળનું કારણ તેનાં પિતાની ગુટખા ખાવાની ટેવને માને છે.

  ફિલ્મનો ઓપનિંગ એક્ટ એક આશા બાંધે છે કે ફિલ્મ સારી રહેશે. શાહરૂખ ખાન ડિરેક્ટર આનંદ એલ રાયનાં તે હિરો નજર આવે છે જે નાના શહેરમાં રહે છે. મસ્તમૌલા છે. જેની ભાષા કડક છે. આપને લાગશે કે ફિલ્મ બરાબર દિશામાં આગળ જઇ રહી છે. પણ ધીમે ધીમે તે તેનો ચાર્મ ગુમાવવા લાગે છે. ફક્ત દસ મિનિટ છે જે ફિલ્મમાં યાદ કરવા લાયક છે. બાદમાં ફિલ્મમાં એક જ પ્રકારનાં જોક્સ અને અનથડ સીન્સથી બનેલી લાગે છે.  આફિયા એટલે કે અનુષ્કા એક હાફ અફઘાન અને હાફ પંજાબી સાયન્ટિસ્ટનાં રોલમાં છે. તેની સીધી સાધી નોર્મલ જીંદગીમાં બઉઆની એન્ટ્રી નવાં રંગ ભરી દે છે. તે બાદ બઉઆ બબીતા કુમારી (કેટરિના)ને મળે છે. બબીતાથી નજદીકિયા વધે છે તો બઉઆ તેની આફિયા અને બબીતા વચ્ચે ફસાઇ જાય છે. ફિલ્મને લઇને ડિરેક્ટર આનંદ એલ રાયનો આઇડિયા આવો જકંઇક લાગે છે. પણ એખ બાદ એક સ્ટોરી અલગ અલગ જ સામે આવે છે.

  આ ફિલ્મમાં બતાવવામાં આવી શકતુ હતું કે, અલગ પ્રકારે સક્ષમ લોકો જીવન અને સમાજનાં પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરે છે. પણ ફિલ્મમાં આફિયા વ્હિલ ચેર પર બેસી અમેરિકાની સડક પર ફરે છે. બબીતા એક સીન કરે છે તેથી બઉઆ પ્રેમમાં થયેલી તેની ભૂલને સમજી શકે. આ ઉપરાંત હિન્દી ફિલ્મોનાં રોમેન્ટિક હિરોથી આપ શું વધુ આશા રાખી શકો છો. આ બધુ જ ઘણી સીરિયસ નોટ પર થઇ રહ્યું છે. 'તનુ વેડ્સ મનુ' જેવી મજેદાર ફિલ્મ લખનારા હિમાંશુ શર્મા સંપૂર્ણ રીતે આઉટઓફ ફોર્મ નજર આવે છે. તેમને જાણે ખબર જ ન હતી કે તેમણે 'ઝીરો'ની કહાની કેવી રીતે લખી છે.

  આ ફિલ્મમાં મલ્ટી સ્ટાર પેપી નંબરની પણ ઘણી ચર્ચા હતી. પણ તે થોડી મિનિટ ઘણું લાગે છે. શ્રીદેવી, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ બઉઆનો મજાક ઉડાવતા નજરઆવે છએ. તે બાદ સલમાનની સાથે તે સ્ટેજ પર ડાન્સ કરે છે. આ ગીતનું ફિલ્મમાં કોઇ જ કોન્ટ્રીબ્યૂશન નથી. કૂલ મળીને 'ઝીરો'એક એવી ફેન્ટસી રાઇડ છે જે ક્યાંય પહોંચતી નથી. રાઇટિંગ, ડિરેક્શન, એડિટીંગથી લઇને તમામમાં 'ઝીરો' જ 'ઝીરો' છે.
  First published:December 21, 2018, 15:04 pm