‘Super 30’ Film Review: જ્યારે ગુમાવવા કશું ન હોય ત્યારે સાચી આવડત બહાર આવે!

News18 Gujarati
Updated: July 12, 2019, 2:35 PM IST
‘Super 30’ Film Review: જ્યારે ગુમાવવા કશું ન હોય ત્યારે સાચી આવડત બહાર આવે!
વિકાસ બહલની આ ડિરેક્ટોરીયલ ફિલ્મ શું વિકાસના કરીઅરને લાંબી છલાંગ અપાવશે?

વિકાસ બહલની આ ડિરેક્ટોરીયલ ફિલ્મ શું વિકાસના કરીઅરને લાંબી છલાંગ અપાવશે?

  • Share this:
અવધેશ જાની: ફિલ્મ ‘Super 30’ આજે થિયેટરોમાં રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં એક ડાયલોગ છે, "છલાંગ લગાને કા વક્ત આ ગયા હૈ".

વિકાસ બહલની આ ડિરેક્ટોરીયલ ફિલ્મ શું વિકાસના કરીઅરને લાંબી છલાંગ અપાવશે?

શું ભારતમાં ગરીબો માટે શિક્ષાએ શ્રાપ છે કે પછી સંઘર્ષ? આ સવાલોના થોડા જવાબોની ઝાંખી કરાવતી ફિલ્મ એટલે 'સુપર 30'.

ગણિતશાસ્ત્રી આનંદકુમારની આઈઆઈટી માટે 30 એવા ગરીબ બાળકોને તાલીમ આપવાના શૈક્ષણિક કાર્યક્રમ પરની બાયોપિક એટલે સુપર 30. શિક્ષણ મેળવવા માટે અમીરી અને ગરીબીની એક પાતળી પણ જાડી માનસકિતા ધરાવતી એક ભેદરેખા છે જે આ ફિલ્મ દ્વારા રજૂ થાય છે. "સુપર 30" ફિલ્મ આનંદ કુમાર નામના ભારતીય ગણિતશાસ્ત્રીના જીવન પર આધારિત છે કે જેમણે 30 બાળકોને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) સુધી પહોંચાડવા માટે ખૂબ જ સંઘર્ષ વેઠ્યો હતો.

આનંદ કુમારે રામાનુજન સ્કૂલ ઓફ મેથેમેટિક્સની શરૂઆત કેવી રીતે કરી અને આ સ્કૂલ શરુ કરવા પાછળ આનંદકુમારનો ધ્યેય "રાજા કા બેટા રાજા નહિ બનેગા જો હકદાર હૈ વહી રાજા બનેગા" સાબિત કર્યો.

આ પણ વાંચો-આ વ્યક્તિને કારણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવી હતી 19 વર્ષની સની લિયોન
Loading...

ફિલ્મની સ્ટોરી આનંદકુમાર કે જે પટના બિહાર ના રહેવાસી છે અને જેઓ ગણિતમાં ખુબ જ હોશિયાર છે અને પોતાના જીવનમાં કંઈક બનવા માંગે છે. આનંદ કુમાર ને પોતાની આવડત ઉપર વિશ્વ વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મળે છે પણ આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી તેઓ કેમ્બ્રિજમાં ભણવા ના જઈ શક્યા. ત્યાર બાદ શરુ થાય છે એક ખરો સંઘર્ષ અને આ સંઘર્ષ એમને "સુપર 30" વિદ્યાર્થીઓ જે હાંસિયામાં ધકેલાયેલા છે એવા વિદ્યાર્થીઓ ને આઈઆઇટી સુધી પહોંચાડે છે.ફિલ્મમાં રિતિક રોશનનું પર્ફોર્મન્સ ખૂબ જ શાનદાર છે, સાથે નવોદિત અભિનેત્રી મૃણાલ ઠાકુરનું પાત્ર ફિલ્મમાં ખૂબ જ મીઠાશ ભર્યું છે. આદિત્ય શ્રીવાસ્તવ કે જેઓ સીઆઇડી ટીવી સિરિયલમાં અભીજિતના રોલ માટે ખૂબ જ જાણીતા હતા, તેમણે આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવી છે. જેમાં તેમનો સાથ ઉમદા અભિનેતા એવા પંકજ ત્રિપાઠીએ આપ્યો છે. ફિલ્મમાં અમિત સાધ, વીરેન્દ્ર સક્સેના તથા નંદીશ સિંહ ખૂબ જ મહત્ત્વના રોલમાં જોવા મળ્યા છે કે જેમના વિના આ ફિલ્મ અધૂરી લાગે છે.

આ પણ વાંચો-બોલિવૂડનાં વિલન સાથે 42ની ઉંમરે પૂજા બત્રાએ કર્યા ગુપચુપ લગ્ન

આ ફિલ્મના લેખક સંજીવ દત્તા છે. તેમણે આ પહેલા 'લાઈફ ઈન અ મેટ્રો' અને 'બરફી' જેવી ફિલ્મો પણ લખી છે. સુપર 30 માત્ર એક ફિલ્મ નથી પણ આખો એક અનુભવ છે અને આ અનુભવ લેખક સંજીવ દત્તા દ્વારા ખૂબ જ સુંદર રીતે પડદા પર ઉતારવામાં આવ્યો છે અને આ સ્ટોરી ફિલ્મના ડિરેક્ટર વિકાસ દ્વારા એક કેનવાસ ઉપર ઢાળવામાં આવી છે. આજના સમયમાં ફિલ્મનું કાસ્ટિંગ ખૂબ જ મહત્વનો ભાગ છે અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ આ ફિલ્મના દરેક કેરેક્ટરને ન્યાય આપ્યો છે.

મરાઠી ફિલ્મ સૈરાટમાં જે સિમ્ફનીનો અનુભવ થાય છે એવો જ અનુભવ મ્યુઝિક ડિરેક્ટર અજય-અતુલ આ ફિલ્મમાં કરાવે છે. ફિલ્મમાં એક ડાયલોગ છે કે "આપત્તિ સે આવિષ્કાર કા જન્મ હોતા હૈ".

આ પણ વાંચો-Super 30 Review : રિતિકની સુપર 30 જોઇને સેલેબ્સે કહી આવી વાતો

શું ‘સુપર 30’ નામનો આવિષ્કાર વિકાસ બહલના વિકાસને આગળ ધપાવશે? આ સવાલના જવાબો બોક્સ ઓફિસ જ આપશે.

વિકાસ બહલ જે 'શાનદાર' મૂવી બનાવીને બે"હાલ" થઇ ગયા હતા તે હવે ફિલ્મ "સુપર 30" બાદ સારું કમબેક કરી શકે છે. આ ફિલ્મ બનાવવા પાછળ થોડો સંઘર્ષ પણ વિકાસને સહન કરવો પડ્યો હતો. ફિલ્મ જ્યારે બની રહી હતી ત્યારે વિકાસ બહલનું નામ #MeToo જેવી મૂવમેન્ટમાં પણ ઉછળ્યું હતું અને તેમને ફિલ્મ છોડવી પડે તેવો સમય પણ આવી ગયો હતો.
First published: July 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...