Home /News /entertainment /

રણબિર-આલિયાની ફિલ્મમાં વિલન બનશે 'નાગિન' મોની રોય

રણબિર-આલિયાની ફિલ્મમાં વિલન બનશે 'નાગિન' મોની રોય

મોની રોય 'બ્રહ્માસ્ત્ર'માં વિલનના રોલમાં નજરે પડશે

મોની રોયનું નામ એક પછી એક નવા પ્રોજેક્ટ સાથે જોડાઇ રહ્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: ટીવી અભિનેત્રી મોની રોય હવે બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે. તેનું નામ એક પછી એક નવા પ્રોજેક્ટ સાથે જોડાઇ રહ્યું છે. નવાઝુદ્દીન સાથે 'બોલે ચુડીયાં' બાદ હવે કહેવાય છે કે, આલિયા અને રણબિરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પણ તે જોવા મળશે. રિપોર્ટ્સ પ્રમાણે, મોની રોય 'બ્રહ્માસ્ત્ર'માં વિલનના રોલમાં નજરે પડશે.

    આ વાતનો ખુલાસો મોની રોયે પોતે કર્યો છે. મોનીએ કહ્યું કે, હું એ વાતને લઇને હેરાન હતી કે મારે ફિલ્મમાં એક વિલનનો રોલ પ્લે કરવાનો છે. મારા માટે આ ખુશીની વાત હતી. કેમ કે, મને આવા ચેલેન્જિંગ કેરેક્ટર્સ પ્લે કરવા ગમે છે. અયાન મુખર્જીએ નાગિન સીરિયલમાં મારો રોલ જોયો હતો. આ દરમિયાન તેમને લાગ્યું કે, હું ફિલ્મમાં વિલનનો રોલ પ્લે કરી શકું છું. તમે એ વાતનો અંદાજ લગાવી શકતાં નથી કે ક્યારે કોને કયો રોલ મળી જાય.

    આ પણ વાંચો: કેમેરામાં કેદ થયો રણબિર-આલિયાનો 'રોમાન્સ' Video Viral

    મોનીએ કહ્યું કે, એક એક્ટર તરીકે તમે ત્યારે જ સફળતા મેળવી શકો છો જ્યારે તમે પાત્રો સાથે એક્સપેરિમેન્ટ કરવાના પ્રયાસ કરશો. નહીંતર તમે ક્યારેય એક્ટિંગ ફીલ્ડમાં આગળ નહીં વધી શકો. મારું જીવન ત્યારે પૂરું થઇ ગયું જ્યારે મેં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું. રણબિર કપૂર અને આલિયા ભટ્ટ બહુ જ સ્વીટ છે. ત્રણેય કલાકાર સેટ પર બહુ જ કમ્ફોર્ટેબલ ફીલ કરાવે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Alia Bhatt, Film brahmastra, Mouni-roy, Ranbir Kapoor, Villain

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन