Mouni Roy Wedding: સૂરજ નામ્બિયારની થઈ મૌની રોય, Mouni Roy Wedding First Photo Out
Mouni Roy Wedding: સૂરજ નામ્બિયારની થઈ મૌની રોય, Mouni Roy Wedding First Photo Out
મૌની રોય લગ્ન પ્રથમ ફોટો જાહેર (ફોટો ક્રેડિટ - -@arjunbijlani/Instagram)
Mouni Roy Wedding : ટીવીની 'નાગિન' મૌની રોયે (Mouni Roy) તેનો લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કર્યા છે. લગ્નની પહેલી ઝલક (Mouni Roy Wedding First Photo) ચાહકો સુધી પહોંચી
Mouni Roy Wedding : ટીવીની 'નાગિન' મૌની રોયે (Mouni Roy) તેનો લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કર્યા છે. હલ્દી અને મહેંદી પછી ચાહકો બંનેના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા. જોકે, ચાહકોની આ રાહ પણ પૂરી થઈ અને દુલ્હન બનેલી મૌની રોયના લગ્નની પહેલી ઝલક (Mouni Roy Wedding First Photo) ચાહકો સુધી પહોંચી. લગ્નના મંડપમાંથી વર-કન્યાની પહેલી તસવીર સામે આવી છે.
મલયાલમ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા
મૌની રોય અને સૂરજ નામ્બિયારે મલયાલમ રીતિ-રિવાજ મુજબ લગ્ન (Mouni Roy Suraj Nambiar Wedding) કર્યા છે. લગ્નની પહેલી તસવીર મૌનીના મિત્ર અર્જુન બિજલાનીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં મૌની અને સૂરજ પેવેલિયનમાં ઉભા છે. મૌની રોય દક્ષિણ ભારતીય દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે.
ફોટો ક્રેડિટ - @arjunbijlani/Instagram
મૌનીના લુકે દિવાના બનાવ્યા
આ ખાસ દિવસે મૌની લાલ બોર્ડરવાળી સુંદર સફેદ સાડીમાં જોવા મળી હતી. આ સાથે તેણે હેવી ગોલ્ડ જ્વેલરી સાથે બ્રાઈડલ લુક પૂરો કર્યો. તો, સૂરજે લગ્નમાં ગોલ્ડન કલરનો કુર્તો અને વ્હાઇટ કલરની ધોતી પહેરી હતી. સૂરજ અને મૌની એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
ફોટો ક્રેડિટ - @arjunbijlani/Instagram
લગ્નની અનેક તસવીરો અને વીડિયો વાયરલ
મૌનીના ફેન પેજ પર તેમના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મૌની રોયનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૂરજે તેનું મંગળસૂત્ર પહેર્યું છે અને સંબંધીઓ તેના પર ફૂલ વરસાવી રહ્યા છે.
લગ્નમાં અનેક સેલેબ્સ સામેલ થયા હતા
તમને જણાવી દઈએ કે મૌની અને સૂરજ ગોવામાં લગ્ન કરી રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની પણ ત્યાં જ થઈ હતી. તેની હળદર અને મહેંદીના ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. મંદિરા બેદી, અર્જુન બિજલાની સહિત ઘણા સેલેબ્સ આ સેરેમનીમાં સામેલ થયા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર