જેટ એરવેઝ પર ભડકી મોની રોય, કહ્યું- એવા લોકોને નોકરીએ ન રાખો

મોની રોય ફ્લાઇટમાં સીટ ન મળવાને લીધે ગુસ્સે ભરાઇ હતી

મોનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી મોની રોય ફ્લાઇટમાં સીટ ન મળવાને લીધે ગુસ્સે ભરાઇ હતી. તેણે જેટ એરવેઝ પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. મોનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ તેણે ટ્વિટર પર પોસ્ટ કરતાં જણાવ્યું કે, જેટ એરવેઝના કર્મચારી અસભ્ય છે અને તેમને કોઇનું સન્માન કરતાં આવડતું નથી.

  સાથે જ તેણે એરલાઇન્સને સલાહ આપતાં કહ્યું કે, એરલાઇન્સ કંપની આવા લોકોને બિલકુલ નિયુક્ત ન કરે જે પેસેન્જર્સ માટે ગુસ્સાની ભાવના રાખે છે. મોની રોયે ટ્વિટ કરતાં લખ્યું, એમિરેટ્સની ફ્લાઇટમાં તેને મિડલ સીટ આપવામાં આવી હતી, જ્યારે ઘણી સીટ ખાલી હતી.


  સાથે જ તેણે લખ્યું કે, પ્રમાણિક પેસેન્જર્સ તરફથી આ સલાહ છે કે એ લોકોને નોકરીએ ન રાખો જે ખરાબ દિવસમાંથી પસાર થઇ રહ્યાં છે અને તેઓ બીજાનો દિવસ ખરાબ કરી નાંખે છે. જ્યારે આમાં પેસેન્જર્સની કોઇ ભૂલ હોતી નથી.

  આ પણ વાંચો: રણબિર-આલિયાની ફિલ્મમાં વિલન બનશે 'નાગિન' મોની રોય

  ફિલ્મ્સની વાત કરીએ તો મોની રોય તેની આગામી ફિલ્મ 'રોમિયો અકબર વાલ્ટર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 12 એપ્રિલે રીલિઝ થવાની છે. ઉપરાંત મોની રોય 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. ફિલ્મમાં તે રણબિર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. ઉપરાંત તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ 'બોલે ચુડીયાં'માં જોવા મળશે.
  Published by:Azhar Patangwala
  First published: