Home /News /entertainment /

મૌની રોયે શેર કર્યો બોલ્ડ અવતાર, ફેન્સના ઉડી ગયા હોશ

મૌની રોયે શેર કર્યો બોલ્ડ અવતાર, ફેન્સના ઉડી ગયા હોશ

મૌનીએ ફરી એકવાર તેની તસવીર પોસ્ટ કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

મૌનીએ ફરી એકવાર તેની તસવીર પોસ્ટ કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

    નાના પડદા પર એક અલગ જ વ્યકિત્વ હાંસલ કરી ચુકી અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં ચર્ચામાં છે. મૌનીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'ગોલ્ડ' એ બોક્સ ઓફિસ પર કમાલનો બિઝનેસ કર્યો છે. ટીવીમાં નાગિનના નામથી મશહૂર એકટ્રેસ મૌની રોય ફિલ્મ "KGF" નું સોંગ ગલી ગલીને લઇને આ દિવસોથી સૌથી વધુ લોકપ્રિય બની ગઇ છે. થોડા દિવસો પહેલા જ રિલીઝ થયેલા આ સોંગમાં મૌની રોયનો કાતિલ અંદાજ અને સેક્સી મૂવ્સને લોકો વધુ પસંદ કરી રહ્યાં છે.

    મૌની સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને ઘણી વાર તેના ફોટોગ્રાફ્સ શેર કરતી રહે છે. મૌનીએ ફરી એકવાર તેમના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોટા અને વીડિયોઝ પોસ્ટ કર્યા છે જે વધુ વાયરલ થઇ રહ્યાં છે. આ ફોટા અને વીડિયોઝમાં મૌનીના બોલ્ડ અવતાર તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.




    દક્ષિણ ભારતીય ફિલ્મ 'KGF' ની રજૂઆત પહેલા આ ફિલ્મની જબરદસ્ત ચર્ચા થઇ રહી છે હવે આ ફિલ્મનું એક સોંગ રિલીઝ થયું છે જે આવતા જ યૂટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.




    મૌની રોયના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટમાં 3.1 મિલિયન ફોલોઅર્સ છે.







    આ ફિલ્મને પણ બાહુબલીની જેમ બે ભાગમાં બનાવી છે. આ ફિલ્મનો પહેલો ભાગ 21 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bollywood actress, ENT, Mouni-roy, Naagin

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन