એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: TV ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) હાલમાં બોલિવૂડમાં તેની જગ્યા બનાવવા મહેનત કરી રહી છે. તે અત્યાર સુધીમાં અક્ષય કુમારની સાથે Gold અને રાજકૂમાર રાવ સાથે Made In Chaina માં નજર આવી ચૂકી છે. આ સીવાય તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની સાથે 'બ્રમ્હાસ્ત્ર' માં પણ નજર આવશે. પણ આ વચ્ચે મૌની તેનાં ઇન્સ્ટાગ્રામ પર દરરોજ નવી નવી પોસ્ટ શેર કરીને ચર્ચામાં રહી રહી છે. ફેન્સની વચ્ચે મૌની રોય તેનાં સુપર સ્ટાઇલિશ અવતારને કારણે પણ ચર્ચામાં રહે છે.
આ વચ્ચે મૌની રોયે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ શેર કર્યો છે. જેમાં તે બાસ્કેટબોલની પ્રેક્ટિસ કરતો નજર આવી રહ્યો છે. આ વીડિયો પર તેનાં ખેલ કરતાં વધારે કમેન્ટ તેની પ્લાસ્ટિક સર્જરી માટે થઇ રહી છે.
વીડિયોમાં કમેન્ટ કરતાં કોઇ તેને પ્લાસ્ટિકની દુકાન કહી તો કોઇએ તેને ચાઇના પ્રોડક્ટ કહી. અચાનક મોની રૌય પર ટ્રોલર્સ તૂટી પડવાનું એક કારણ સુશાંત સિંહ મામલે તેની ચુપ્પી છે. સુશાંત મામલે આરોપોનો સામનો કરી રહેલો સંદીપ સિંહ તેનો સારો મિત્ર છે.
સંદીપ અને મૌનીની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં બંને સાથે પાર્ટી કરતા નજર આવ્યાં હતાં. એવામાં SSR ફેન્સનાં ગુસ્સાનો ભોગ મૌની બની ગઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર