ખરાબ સમયમાં Mandira Bediને સંભાળતી નજર આવી 'બેસ્ટી' મૌની રોય

Photo-Instagram

એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi) હાલમાં ખુબજ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. આ દુખનાં સમયમાં મંદિરાનાં મિત્રોએ તેનો સાથ ન છોડ્યો. તે આજે પણ મંદિરાને સપોર્ટ કરી તેની હિંમત વધારે છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi)હાલમાં અંગત જીવનમાં ઘણાં મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. તેનાં પતિ અને ફિલ્મ નિર્માતા રાજ કૌશલ (Raj Kaushal)નું 30 જૂનનાં નિધન થઇ ગયું છે. 49 વર્ષનાં રાજનું હાર્ટએટેકથી નિધન થઇ ગયુ છે અને તેમનો નાનકડો પરિવાર તે હમેશાં હમેશાં માટે પાછળ છોડી જતો રહ્યો. જોકે, આ દુખની ઘડીમાં મંદિરાનાં મિત્રોએ તેનો સાથ છોડ્યો ન હતો. તે આજે પણ મંદિરાને સપોર્ટ કરી તેની હિંમત વધારી રહ્યાં છે. આ વચ્ચે મંદિરાની મિત્ર મૌની રોય (Mouni Roy)ની સાથે તેની તસવીર શેર કરી છે.

    મૌની રોય (Mouny Roy)એ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી કેપ્સનમાં લખ્યું છે, 'મારી મજબૂત બાળકી.' તેની આ તસવીરો પર ઘણાં સ્ટાર્સ અને ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે. આશકા ગોરડિયા અને શમિતા શેટ્ટીએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી પ્રેમ જતાવ્યો છે. આપને જણાવી દઇએ કે, રાજનાં નિધનન બાદ મૌનીને ઘણી વખત મંદિરાનાં ઘરે જતાં જોઇ છે. આ દરમિયાન એક સાચી મિત્રની જેમ મૌનીએ મંદિરાને સંભાળી છે અને તેનો સાથ આપ્યો છે. શેર કરેલી તસવીરમાં બંનેનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.



    આપને જણાવી દઇએ કે, મંદિરાનાં પરિવારમાં તેનાં બે બાળકો છે દીકરો વીર અને દીકરી તારા. મંદિરા બેદી (Mandira Bedi) પતિ રાજ કૌશલ (Raj Kaushal)નાં ગયા બાદ તૂટી ગઇ છે. પણ હવે તેને તેનાં બાળકોનાં તે તમામ સપનાં એકલે હાથે પૂર્ણ કરવાંનાં છે જે તેણે રાજની સાથે મળીને જોયા હતાં.

    આપને જણાવી દઇએ કે ,રાજ કૌશલનાં નિધન બાદથી જ મંદિરા દુખી થઇ ગઇ હતી. હાલમાં જ તેણે રાજની સાથે વિતાવેલાં હસીન સમયની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શચે. તસવીરોની સાથે મંદિરાએ તુટેલાં દિલની ઇમોજી શેર કરી હતી.
    Published by:Margi Pandya
    First published: