સની લિયોની સાથે નવાજુદ્દીન સિદ્દીકીનો 'અનાડી' ડાન્સ, બત્તિયાં બુઝા દો સોન્ગ રિલિઝ

News18 Gujarati
Updated: October 24, 2019, 10:31 PM IST
સની લિયોની સાથે નવાજુદ્દીન સિદ્દીકીનો 'અનાડી' ડાન્સ, બત્તિયાં બુઝા દો સોન્ગ રિલિઝ
બત્તીયા બુઝાદો ગીતની તસવીર

ગીતની શરુઆતમાં નવાઝુદ્દીન સિદ્દીકીના એક સીનથી થાય છે. જેમાં તે પોતાના લૂકને લઇને પરેશાન દેખાય છે. ત્યારબાદ તેની એન્ટ્રીની સાથે જ સની લિયોની નજરમાં આવે છે

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ એક્ટર (bollywood actor) નવાઝુદ્દીન સિદ્દીકીની (Nawazuddin Siddiqui)પોતાની આગવી છબી છે. લોકોએ તેમને ડાન્સ કરતા ખૂબ જ ઓછા જોયા છે. આવામાં એક ગીર રિલિઝ થાય જેમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો ડાંસ હોય તો એની મેળે ચર્ચામાં આવી જાય છે. આવું જ એક ગીત નવાઝુદ્દીનની આવનારી ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર' (Motichoor Chaknachoor)નું 'બત્તિયા બુજા દો' (Battiyan Bujhaado) ગીત રિલિઝ થયું છે.

ગીતની શરુઆતમાં નવાઝુદ્દીન સિદ્દીકીના એક સીનથી થાય છે. જેમાં તે પોતાના લૂકને લઇને પરેશાન દેખાય છે. ત્યારબાદ તેની એન્ટ્રીની સાથે જ સની લિયોની નજરમાં આવે છે. જે બોલ્ડ અને ગ્લેમરસ અવતારમાં ડાન્સ મૂવ્સ કરતી નજરે ચડે છે. નવાઝુદ્દીન તેને જોઇને થોડો નર્વસ તો રહે છે પરંતુ તે સની સાથે ડાન્સ પણ કરવા માંગે છે.

આ પણ વાંચોઃ-હાર બાદ સોશિયલ મીડિયા ઉપર છવાયો અલ્પશ ઠાકોર, ઉડી રહી છે આવી મજાક

કુમારે ગીતના બોલ લખ્યા છે અને તેણે જ્યોતિકા ટંગરી અને રામજી ગુલાટીએ ગાયું છે. ગીત યુટ્યીબ (yourtube) ખૂબ જ જોવામાં આવ્યું છે. એક જ દિવસમાં ત્રણ લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે. ફિલ્મ મોતીચૂર ચકનાચૂરનું નિર્દેશન દેવમિત્રા બિસ્વાલે કહ્યું છે. આ ફિલ્મી 15 નવેમ્બરે રિલિઝ થશે.

આ પણ વાંચોઃ-Haryana Assembly Election 2019: હાર પછી ધ્રૂસકે ધ્રૂસકે રડી TikTok ક્વીન સોનાલી ફોગાટ!

આ પણ વાંચોઃ-ધનતેરસના એક દિવસ પહેલા જાણી લો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવઆ પહેલા પણ નવાઝે કર્યો છે ડાન્સ
નવાઝુદ્દીન સિદ્દીકી આ પહેલા ફિલ્મ મુન્ના માઇકલમાં ડાન્સના કેટલાક સ્ટેપ્સ કરતા નજરે ચડ્યા હતા. ફિલ્મમાં તેનું પાત્ર થોડું ખતરનાક અને થોડું રમુજી બતાવ્યું છે. મોતીચૂર ચકનાચૂરના આ ગીતમાં તેમનો ડાન્સ ખૂબ જ ફની લાગી રહ્યો છે. તેઓ શરમાતા શરમાતા નાચવાની કોશિશ કરતા દેખાઇ રહ્યા છે.
First published: October 24, 2019, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading