Home /News /entertainment /

શું પાકિસ્તાન જવા માંગે છે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન?

શું પાકિસ્તાન જવા માંગે છે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન?

આલિયા ભટ્ટ, સોની રાઝદાન

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભારત-પાકિસ્તાન વિશે કંઈક એવું કહ્યું કે તે ચર્ચામાં આવી ગઈ હતી.

    2019ની લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આખા દેશમાં રાજકીય માહોલ જામ્યો છે. દરેક લોકો દેશ અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે વાતો કરતો નજરે પડી રહ્યો છે. એવામાં ટ્રોલર્સથી પરેશાન થઈને આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને એવી વાત કહી દીધી કે તેને લઈને વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે તેમને પાકિસ્તાનમાં જઈને રહેવાની સલાહ આપી છે. ટ્રોલ્સને જવાબ દેવાના ચક્કરમાં સોની રાઝદાન ફરી એક વખત મીડિયામાં ટ્રોલ થઈ ગઈ હતી.

    હકીકતમાં 'સર', 'સડક' અને 'રાજી' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી સોની રાઝદાન પોતાના આખાબોલા સ્વભાવને કારણે પણ જાણીતી છે. તેની ફિલ્મ 'નો ફાધર્સ ઇન કાશ્મીર' બહુ ઝડપથી આવી રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે જ્યારે સોની એક ઇન્ટરવ્યૂ આપી રહી હતી ત્યારે તેમણે ટોલર્સને જવાબ આપતા કહ્યું કે, જ્યારે પણ હું કંઈક બોલું છું ત્યારે ટ્રોલનો ભાગ બની જાવ છું. મને દેશદ્રોહી કહેવામાં આવે છે. ક્યારેક વિચારું છું કે મારે પાકિસ્તાન જ કેમ ન જતા રહેવું જોઈએ. ત્યાં હું વધારે ખુશ રહીશ. ત્યાં ખાવાનું પણ બહું સારું મળે છે. તમે લોકોએ જ ટ્રોલ કરીને કહ્યું કે, પાકિસ્તાન જાઓ, આથી હું પાકિસ્તાન જઈશ."

    આ પણ વાંચો : બો ડ્રેસમાં મલાઇકાએ શેર કરી તસવીર, લાગી રહી છે સુપર બોલ્ડ

    સોનીએ આગળ કહ્યું કે, "હું મારી મરજીથી પાકિસ્તાનમાં રજાઓ ગાળવા માટે જઈશ." આલિયાની માતાએ વધુમાં કહ્યું કે, મને હવે આવા ટ્રોલ્સથી કંઈ ફરક નથી પડતો. હું ભારત સંપૂર્ણ રીતે હિન્દુ દેશ બને તેના વિરોધમાં છું. પાકિસ્તાનમાં હળીભળી શકાય તેવી સંસ્કૃતિ નથી, આથી જ તે સારો દેશ ન બની શક્યો."

    હકીકતમાં 'નો ફાધર્સ ઇન કાશ્મીર' (No Fathers in Kashmir) પાંચમી એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સોની રાઝદાન ઉપરાંત અશ્વિન કુમાર, અંશુમાન ઝા અને કુલભૂષણ ખરબંદા સહિત મોટા કલાકારો કામ કરી રહ્યા છે. 'નો ફાધર્સ ઇન કાશ્મીર'ને યૂએ સર્ટિફિકેટ મેળવવા માટે આઠ મહિના જેટલી રાહ જોવી પડી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Alia Bhatt, Soni razdan, પાકિસ્તાન, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन