Home /News /entertainment /

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનને મળી 'ચુપ' રહેવાની સલાહ

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનને મળી 'ચુપ' રહેવાની સલાહ

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનની તસવીર

સોશિયલ મીડિયા પર સોની રાઝદાનને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. તેને ચુપ રહેવાની અને પાકિસ્તાન જતા રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : પાછલા કેટલાક દિવસો દરમિયાન આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનને સોશિલય મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. કેટલાક લોકોએ બ્રિટનમાં જન્મેલી સોની રાઝદાનને પાકિસ્તાન જતા રહેવાની સલાહ પણ આપી હતી. ત્યારબાદ સોની રાઝદાનને કંગના રનૌતની બહેન રંગોલીએ પણ ભારતમાં રહેવા અંગે મહેણું માર્યુ હતું કે સોનીને ભારતના વિશે બોલવાની પરવાનગી ન હોવી જોઈએ કારણ કે તે ભારતીય નથી.

    આટલી હદે થયેલા ટ્રોલિંગ બાદ સોની રાઝદાને કહ્યું કે આવું સાંભળીને દુઃખ થવું સ્વાભાવિક છે પરંતુ તે આમાંથી બહાર નીકળી ગઈ છે.

    પીટીઆઈ સાથે થયેલી વાતચીતમાં રાઝદાને કહ્યું હતું કે આ પ્રકારની વાતોથી મને ખરાબ લાગ્યું છે, હું કોઈ પરગ્રહવાસી નથી. મને પણ ખોટું લાગે પરંતુ એક હદ પછી તમને આવી વાતોનું ખોટું લાગતું નથી. આ સ્થિતિમાં તમારે એ વિચાર કરવો રહ્યો કે એ ક્યા લોકો છે? અને શા માટે તમને નીચા દેખાડવા માંગે છે?

    થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ રાઝીમાં આલિયા અને માતા સોની સાથે જોવા મળ્યા હતા.


    સોશિયલ મીડિયા સતત થઈ રહેલી ટિકાઓ અંગે સોનીએ કહ્યું હતું કે તમારે તમારી જાતને કેટલાક સવાલો પૂછવા જોઈએ અને આવું કરવાથી તમને ખોટું લાગવાનું બંધ થઈ જાય છે. તમારે લોકોને એટલી શક્તિ જ ન આપવી જોઈએ કે તેમની વાતોથી તમને દુઃખ પહોંચે.

    પુલવામા વિશે મત
    સોની રાઝદાન દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કાયમ પોતાનો મત વ્યક્ત કરે છે. પુલવામા બાદ દેશમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે થયેલા વ્યવહારો અંગે તેણે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે લોકો કહે છે કે તમે ટ્વીટર પર ન લખો ફક્ત તમારી ફિલ્મને પ્રમોટ કરો, તમારે વિચારો વ્યક્ત કરવાની શું જરૂર છે? પરંતુ પ્રશ્ન એ છે કે જો મને કોઈ મુદ્દે કઈ પણ લાગણી થાય તો હું તેના વિશે આજે નહીં બોલું તો ક્યારે બોલીશ? મર્યા બાદ? સોનીના મતે લોકોએ પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ અને પોતાની વાત મૂકવી જ જોઈએ.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Alia Bhatt, Soni razdan, Threat, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन