Home /News /entertainment /

'બાહુબલી'ની ફિલ્મ 'શાહો'ના એક સીનમાં ખર્ચાયા 90 કરોડ, જાણો કેવી હશે આ ફાઇટ

'બાહુબલી'ની ફિલ્મ 'શાહો'ના એક સીનમાં ખર્ચાયા 90 કરોડ, જાણો કેવી હશે આ ફાઇટ

    બાહુબલી ફિલ્મથી જાણીતા સાઉથ ફિલ્મ્સના સુપરસ્ટાર પ્રભાસ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સાહો’ની શૂટિંગમાં વ્યસ્ત છે. ‘સાહો’ની શૂટિંગ હાલ યુએઈમાં ચાલી રહી છે. અહીં ફિલ્મની એક્શન સીકવન્સ શૂટ કરવામાં આવી રહી છે. એક અહેવાલ અનુસાર આ એક્શન સિકવન્સને શૂટ કરવા માટે મેકર્સ 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યાં છે. આ એક્શન સીકવન્સને ઈન્ટરનેશનલ સ્ટંટ કોરિયોગ્રાફર કેની બેટ્સના ડિરેક્શનમાં શૂટ કરવામાં આવી રહી છે.

    ભારતીય દર્શકો જે ફિલ્મની વર્ષોથી રાહ જોતા હતા તે બાહુબલીનો બીજો ભાહ આવ્યો અને બોક્સઓફિસ પર ધૂમ પણ મચાવી, આ ફિલ્મ પૂર્ણ થયા બાદ બાહુબલી પ્રભાસની અપકમિંગ ફિલ્મનું ટિઝર બતાવી ફરી એકવાદ દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા, આ ફિલ્મનું નામ શાહો છે, આ ફિલ્મને લઇને પ્રભાસ ફરી ચર્ચામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસની આ ફિલ્મના એક એક્શન સિક્વલના શૂટિંગમાં જ અધધ 90 કરોડ રૂપિય ખર્ચ કરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે.



    37 કાર અને 5 ટ્રકનો ઉપયોગ

    પ્રભાસની ‘સાહો’માં એક્શન સીકવન્સને રિયાલિસ્ટિક ટચ આપવા માટે 37 કાર અને 5 ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શૂટમાં આ તમામ બરબાદ થઈ ગઈ. ફિલ્મમાં પ્રભાસ આ કાર અને ટ્રક સાથે એક્શન સીન કરતા જોવા મળશે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે, વિઝ્યુઅલ ઈફેક્ટને કારણે રિયાલિટી જેવી ફિલ આવતી નથી. આ ફિલ્મ માટે મેકર્સ એક્શન સીકવન્સ એવી માગતા હતા જેને જોઈને લોગોને રિયાલીટી જેવો અનુભવ થાય. પ્રભાસે જણાવ્યું કે, ‘અમે વાસ્તવીક કાર્સને હવામાં ઉડાવવા માગતા હતા, અમે 37 કાર અને 5 ટ્રકને એક્શન સીન થકી બરબાદ કરી છે. અમારી પાસે પ્લાન હતો એટલે અમે બે વર્ષ પહેલા કેની બેટ્સને મળ્યા હતા. કેની ફિલ્મની શૂટિંગ માટે અબુધાબી આવ્યા અને તેમને લોકેશન્સ ગમ્યા. તેઓ બધુ લાઈવ શૂટ કરાવવા માગતા હતા.’‘સાહો’માં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં નીલ નિતિન મુકેશ, મહેશ માંજરેકર, મંદિરા બેદી અને જૈકી શ્રોફ પણ જોવા મળશે.

    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Prabhas, Saaho, બાહુબલી

    આગામી સમાચાર