1 કરોડથી વધુ લોકોએ જોયો 'કલંક'નાં સેટનો મેકિંગ VIDEO, જુઓ તેની ભવ્યતા

1 કરોડથી વધુ લોકોએ જોયો 'કલંક'નાં સેટનો મેકિંગ VIDEO, જુઓ તેની ભવ્યતા
300 એક્સ્ટ્રા અને 500 જેટલાં ડાન્સર સહિત આશરે 1000 લોકો સેટ પર રહેતા હતાં.

300 એક્સ્ટ્રા અને 500 જેટલાં ડાન્સર સહિત આશરે 1000 લોકો સેટ પર રહેતા હતાં.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કરણ જોહરની ડ્રિમ ફિલ્મ 'કલંક'નાં સેટ અને તેની સિનેમેટ્રોગ્રાફીની ચર્ચાઓ હાલમાં ચારેય તરફ થઇ રહી છે. ફિલ્મની રિલીઝ તો 17 એપ્રિલનાં રોજ છે પણ હાલમાં તેનાં ગીતો અને ટ્રેલર પરથી ફિલ્મનાં સેટની ઝલક જોવા મળે છે. સેટની ભવ્યતા તેમાં જ નજર આવે છે. 'કલંક'ની ટીમે આ સેટ બનાવવા પાછળ ઘણી મહેનત કરી છે. જાણે કલંક ની એક અલગ દુનિયા હોય તેમ તેનો સેટ જોઇને લાગતુ હતું.

  ફિલ્મનો સેટ બનતા બેથી ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. 'દેવદાસ' કરતાં પણ મોટો સેટ 'કલંક' ફિલ્મ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જેનો વીડિયો ફોક્સ સ્ટૂડિયોનાં ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ સેટ પર 1000થી વધુ લોકો રહેતા હતાં. 300 એક્સ્ટ્રા અને 500 જેટલાં ડાન્સર સહિત આશરે 1000 લોકો સેટ પર રહેતા હતાં.

  7 એપ્રિલનાં રોજ શેર કરવામાં આવેલાં આ વીડિયોને ચોવિસ કલાકની અંદર જ એક કરોડથી વધુ વ્યુ મળી ચુક્યા છે આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત અને માધુરી દિક્ષીત લિડ રોલમાં છે. ફિલ્મ 17 એપ્રિલનાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મને અભિષેક વર્મને ડિરેક્ટ કરી છે.
  First published:April 08, 2019, 16:38 pm

  टॉप स्टोरीज