સબા આઝાદ અને હૃતિક રોશને પેરિસમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો: કપલ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે
સબા આઝાદ અને હૃતિક રોશને પેરિસમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો: કપલ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે
સબાએ હૃતિકની સાથે ઘણી તસવીરો શેર કરી છે.
સબા આઝાદ (Saba Azad) અને હૃતિક રોશન (Hrithik Roshan) થોડા સમય પહેલા પેરિસ વેકેશન પર ગયા હતા, જ્યાં બંને ખૂબ એન્જોય કર્યું. હવે બંને વેકેશનથી પરત આવી ગયા છે, હવે સોશિયલ મીડિયા પર તસવીરો વાઈરલ થઈ રહી છે.
સબા આઝાદ (Saba Azad) અને હૃતિક રોશન (Hrithik Roshan) થોડા સમય પહેલા પેરિસ વેકેશન પર ગયા હતા, જ્યાં બંને ખૂબ એન્જોય કર્યું. હવે બંને વેકેશનથી પરત આવી ગયા છે, હવે સોશિયલ મીડિયા પર તસવીરો વાઈરલ થઈ રહી છે. સબા આઝાદે કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈ તમને પણ ભૂખ લાગી જશે. હકીકતમાં સબા આઝાદે પેરિસ વેકેશન દરમિયાન હૃતિક રોશનની સાથે સ્વાદિષ્ટ ખાવાનો લુફ્ત ઉઠાવ્યો જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સબાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીર શેર કરી છે. આ તસવીરોમાં પહેલા તો લજીજ ખાવાનું જોવા મળી રહ્યું છે અને બીજી ઈન્સ્ટા સ્ટોરીમાં એક વાટકીમાં આઈસ્ક્રીમ છે અને તેની બાજુંમાં એક સિરપ જાર છે. આ પહેલા પણ સબા આઝાદે પોતાના પેરિસ વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં તેણે બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની સાથે એન્જોય કરતી જોઈ શકાય છે.
સબાએ આ પહેલા હૃતિક રોશનની સાથે કેટલીક તસવીર અને વીડિયો શેર કર્યા હતા, જેમાં તેણે જાઝ નાઈટની મજા માણતી જોઈ શકાય છે. બીજી તસવીરમાં તે લોન્ગ ડ્રાઈવની મજા માણતી જોવા મળે છે. જો કે આ વીડિયોમાં હૃતિક જોવા નથી મળી રહ્યો, પરંતુ ફેન્સને અંદાજો હતો કે સબાની સાથે તે પણ હાજર હશે.
લાંબા સમયથી હૃતિક રોશન અને સબા આઝાદના ડેટિંગની ચર્ચા છે. બંને હંમેશાં સાથે જોવા મળે છે. વેકેશનથી માંડી મુંબઈમાં બહાર લંચ ડિનરમાં પણ સબા હૃતિકની સાથે હોય છે. બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે, પરંતુ હજી સુધી બંનેની તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. બંનેએ હજી સુધી સત્તાવાર રીતે પોતાના સંબંધો કબૂલ નથી કર્યા.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર