Home /News /entertainment /મોરારી બાપુએ દિલીપ કુમારને પાઠવી શ્રદ્ધાંજલિ, સાયરાજીની સેવાને કરી સલામ
મોરારી બાપુએ દિલીપ કુમારને પાઠવી શ્રદ્ધાંજલિ, સાયરાજીની સેવાને કરી સલામ
દિલીપ કુમારની સાથે મોરારી બાપુ
મોરારી બાપુએ વીડિયો શેર કરી જાજરમાન દિગ્ગજ એક્ટર દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમને કહ્યું કે, મારા માટે અંગત સ્નેહી અને પરમ આદરણિય દિલીપ કુમારે વિદાય લીધી. તેમને ઘણી વખત તેમનાં નિવાસ્થાને મળવાનું થયું છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)માં ઘણાં દાયકાઓ સુધી પોતાની અદાકારીથી લોકોનાં દિલ જીતનારા દિગ્ગજ નેતા દિલીપ કુમાર (Dilip Kumar) આ દુનિયામાં હવે નથી રહ્યાં. એક્ટર જ નહીં તમામ રાજનેતાઓએ પણ દિલીપ સાહેબનાં નિધનથી (Dilip Kumar Death) દુખી છે. 7 જુલાઇની સવારે 7.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો અને 98 વર્ષની ઉંમરે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી. આ સમયે દુનિયાભરનાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે એવી જ રીતે મોરારી બાપુ (Morari Bapu)એ પણ વીડિયો શેર કરીને દિલીપ કુમાર સાબને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમજ પરિવાર માટે દિલસોજી વ્યક્ત કરી છે. એટલું જ નહીં તેમણે સાયરાબાનોજીની સેવાને પણ સલામ કરી છે.
મોરારી બાપુએ વીડિયો શેર કરી જાજરમાન દિગ્ગજ એક્ટર દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમને કહ્યું કે, મારા માટે અંગત સ્નેહી અને પરમ આદરણિય દિલીપ કુમારે વિદાય લીધી. તેમને ઘણી વખત તેમનાં નિવાસ્થાને મળવાનું થયું છે. તેમને એક વખત હનુમાન જંયતી નિમિતે એવોર્ડ આપી સન્માન કર્યુ હતું. તેઓ તો તેમની નાદુરસ્ત તબિયતને કારણે ક્યાયે આવી જઇ શકતા ન હતાં. તેથી અમે તેમને ત્યાં જઇને તેમને એવોર્ડ અર્પણ કર્યો હતો. ત્યાર બાદ પણ તેમની ખબર અંતર પુછવા તેમનાં ઘરે જવાનું થયું.
તેમની ફિલ્મો તો મે બાળપણમાં, વિદ્યાર્થી કાળમાં અને શિક્ષક કાળમાં જોઇ હતી. પણ તેમની રુબરુ મુલાકાતમાં એક સદ્ભાવ પૂર્ણ ઇન્સાનિયતનાં દર્શન થતા. આવાં ચલચિત્ર જગતનાં મહાન ચરિત્ર નાયકે વિદાય લીધી છે ત્યારે મારા હૃદયથી શ્રદ્ધાંજલિ અને તેમનાં નિર્વાણને મારા પ્રણામ. શતાયુ તરફ ગતિ કરતાં આપણાં સમર્થ અને જાજરમાન અભિનેતાની વિદાયને લોકો દિર્ઘકાળ સુધી યાદ કરશે. સાથે સાથે આદરણિય સાયરાજીની સેવાને પણ હું સલામ કરુ છું. પૂરા પરિવારને મારી દિલસોજી અને સૌને મારા પ્રણામ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર