Home /News /entertainment /ઉર્ફીની કૉપી કરીને આ ભાઇએ ભૂક્કાં બોલાવી દીધાં, Video જોઇને એક્ટ્રેસને પોતાની જ ફેશન પર આવશે શરમ
ઉર્ફીની કૉપી કરીને આ ભાઇએ ભૂક્કાં બોલાવી દીધાં, Video જોઇને એક્ટ્રેસને પોતાની જ ફેશન પર આવશે શરમ
સોશિયલ મીડિયા પર છવાયો મોનૂ દેઓરીનો આ વીડિયો
Monu Deori Funny Video: મોનૂ દેઓરીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઉર્ફી જાવેદની નકલ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે ઝાડના પાંદડાનો વિચિત્ર ડ્રેસ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેને જોઇને યુઝર્સ હસી હસીને ગોટો વળી ગયા છે.
Urfi Javed : ઉર્ફી જાવેદ પોતાની કોઇ વાતને લઇને ચર્ચામાં રહે છે તો તે છે તેની ડ્રેસિંગ સ્ટાઇલ. તે પોતાના વિચિત્ર ડ્રેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેને ટક્કર આપવા માટે કોઇ બીજુ પણ આવી ગયું છે. પરંતુ આ કોઇ હસીના નહીં પરંતુ ડાન્સર અને વ્લોગર મોનૂ દેઓરી છે.
મોનૂએ તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઝાડના પાંદડાનો વિચિત્ર ડ્રેસ પહેરીને તેની નકલ ઉતારતો જોવા મળે છે. મોનૂનો આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકોને પેટ પકડીને હસાવી રહ્યો છે.
મોનૂ દેઓરી એક ડાન્સર, વ્લૉગર અને ટિકટૉકર છે અને ઘણીવાર ફની વીડિયો શેર કરે છે. ઉર્ફીની નકલ કરતો આ ફની વીડિયો મોનૂએ શેર કરતાની સાથે જ લોકો હસવા લાગ્યા. આ વીડિયોમાં મોનુએ પાંદડાને તેના ડ્રેસ તરીકે પહેર્યા છે. તેણે તેની છાતી, કાન, નાભિ અને માથા પર પાંદડા લગાવ્યા છે. તે ઉર્ફી જેવો પોઝ આપતો જોવા મળે છે. આ સાથે તે પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળે છે. મોનૂનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
ઉર્ફી પણ હસવા લાગી
આ વીડિયોમાં મોનૂનો અંદાજ એટલો ફની છે કે યુઝર્સની સાથે સાથે ખુદ ઉર્ફી પણ તેને જોઇને હસવા લાગી, મોનૂનો આ અંદાજ જોઇને ઉર્ફી પહેલા ચોંકી ઉઠી અને પછી તેની ક્રિએટિવિટી પર હસવા લાગી. તેણે મોનૂના આ વીડિયોના કમેન્ટ સેક્શનમાં ઢગલાબંધ લાફિંગ ઇમોજી સાથે લખ્યું, 'આઇ ઓનેસ્ટલી કાન્ટ...' આ સાથે જ ઉર્ફીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ હસતા હસતા આ વીડિયો શેર કર્યો છે.
મોનૂના આ ફની વીડિયો પર યુઝર્સ ખૂબ જ હસી રહ્યાં છે. કમેન્ટ સેક્શનમાં યુઝર્સ લાફિંગ ઇમોજી શેર કરી રહ્યાં છે. મોનૂ દેઓરી આ પ્રકારના અનેક ફની વીડિયોઝ શેર કરતો રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના આશરે 2 લાખ ફોલોઅર્સ છે. હાલ લોકો ઉર્ફી અને મોનૂ બંનેના વીડિયોઝને ફની કહી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર