બોલીવુડ અભિનેત્રી Jacqueline Fernandez પર EDની કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રી જેકલીન અને કોનમેન સુકેશ ચંદ્રશેખર વચ્ચે ગાઢ સંબંધ હતો અને તે અભિનેત્રી પર પાણીની જેમ પૈસા ખર્ચતો હતો. સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને ઇમ્પોર્ટેડ ક્રોકરી, સોના અને હીરાના દાગીના આપ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) જેલમાં બંધ ગુનેગાર સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) રૂ. 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ ફિક્સ ડિપોઝિટ છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લગભગ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરી છે.
Enforcement Directorate (ED) has attached assets worth Rs 7.27 crores of Bollywood actor Jacqueline Fernandez, in a money laundering case involving jailed conman Sukesh Chandrashekhar. The attached property is a fixed deposit: Sources
અગાઉ, 5 ડિસેમ્બર 2021 ના રોજ, દેશની બહાર જવાનો પ્રયાસ કરી રહેલી અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. EDએ તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. આ કેસમાં EDની ટીમે અભિનેત્રીની 3 વખત પૂછપરછ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જેકલીન ફર્નાન્ડિસની તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના તેના સંબંધો અંગે પણ પૂછપરછ કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રી જેકલીન અને કોનમેન સુકેશ ચંદ્રશેખર વચ્ચે ગાઢ સંબંધ હતો અને તે અભિનેત્રી પર પાણીની જેમ પૈસા ખર્ચતો હતો. સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને ઇમ્પોર્ટેડ ક્રોકરી, સોના અને હીરાના દાગીના આપ્યા હતા. આ ઉપરાંત 52 લાખ રૂપિયાની કિંમતનો ઘોડો અને 9-9 લાખની કિંમતની 4 પર્શિયન બિલાડીઓ પણ ભેટમાં આપવામાં આવી હતી. સુકેશે જેકલીન માટે ઘણીવાર ચાર્ટર્ડ ફ્લાઈટ્સ બુક કરાવી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશે અભિનેત્રી પર લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.