Home /News /entertainment /મની લોન્ડ્રિંગ કેસ: જેક્લિન ફર્નાન્ડિઝને કોર્ટનું સમન્સ, 26મીએ હાજર થવા આદેશ

મની લોન્ડ્રિંગ કેસ: જેક્લિન ફર્નાન્ડિઝને કોર્ટનું સમન્સ, 26મીએ હાજર થવા આદેશ

કોર્ટે જેક્લિન ફર્નાન્ડિઝને સમન્સ પાઠવતા 26 સપ્ટેમ્બરે રજૂ થવા આદેશ કર્યો છે

Court summons Jacqueline Fernandez: કોર્ટે જેક્લિન ફર્નાન્ડિઝને સમન્સ પાઠવતા 26 સપ્ટેમ્બરે રજૂ થવા આદેશ કર્યો છે.

    નવી દિલ્હી: મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે ફસાયેલી અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ વિરુદ્ધ દાખલ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પર પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે સંજ્ઞાન લીધું. કોર્ટે જેક્લિન ફર્નાન્ડિઝને સમન્સ પાઠવતા 26 સપ્ટેમ્બરે રજૂ થવા આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે ઇડીને જેક્લિનના વકીલને ચાર્જશીટની કોપી સોંપવા આદેશ કર્યો છે.

    અગાઉ જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ બે સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી ચૂક્યું છે. આ મામલે સુકેશ ચંદ્રશેખર સહિત તમામ આરોપી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થયા હતા. જ્યારે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝે એક ફિલ્મના શૂટિંગ માટે પોલેન્ડ જવાની મંજૂરી કોર્ટ પાસે માંગી હતી, જે કોર્ટે નકારી છે.

    આ પણ વાંચો: શાહરૂખની સામે વિલન બનવા સાઉથના સ્ટારે લીધી માની નહીં શકો એટલી તગડી ફી

    આ પહેલા ઇડીએ જેક્લિન ફર્નાન્ડિઝને આ સમગ્ર મામલે આરોપી બનાવતાં તેની 7 કરોડ 27 લાખ રૂપિયાની સંપ્તિ જપ્ત કરી હતી. ઉપરાંત આરોપ પણ મૂકવામાં આવ્યો છે કે, મહાઠગ સુકેશે જેક્લિનને 7.7 કરોડ રુપિયાની કિંમતી ગિફ્ટ અને રોકડ આપી હતી.

    ઇડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે જેક્લિન ફર્નાન્ડિઝને જબરદસ્તી વસૂલી સહિત ગુનાહિત પ્રવૃત્તિઓથી ભેગા કરેલા રૂપિયામાંથી 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હતી. સુકેશ ચંદ્રશેખરે આ મામલે લાંબા સમયથી સહભાગી અને આરોપી પિંકી ઇરાની દ્વારા આ ગિફ્ટ આપ્યા હતા. સુકેશ ચંદ્રશેખરે આંતરરાષ્ટ્રીય હવાલા ઓપરેટર અવતાર સિંહ કોચર દ્વારા જેક્લિનના પરિવારના સભ્યોને 1,72,913 અમેરિકન ડોલર અને 2,67,40 ઓસ્ટ્રેલિયન આપ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood News in Gujarati, Jacqueline Fernandez, National news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन