Money Heistનો ખતરનાક ક્રેઝ, આ વેબ સીરીઝ જોવા માટે કંપનીએ કર્મચારીઓને આપી રજા

વેબ સિરીઝની છેલ્લી સીઝન 3 સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે

નેટફ્લિક્સ(Netflix)નો સૌથી લોકપ્રિય અને હિટ શો 'મની હાઈસ્ટ' સિઝન 5 (Money Heist Season 5) સાથે ઓટીટી (OTT) પ્લેટફોર્મ ફરી એકવાર દસ્તક આપવા માટે તૈયાર છે. તેનો જબરદસ્ત ક્રેઝ દર્શકોમાં જોવા મળી રહ્યો છે.

  • Share this:
    મુંબઈ: નેટફ્લિક્સ(Netflix)નો સૌથી લોકપ્રિય અને હિટ શો 'મની હાઈસ્ટ' સિઝન 5 (Money Heist Season 5) સાથે ઓટીટી (OTT) પ્લેટફોર્મ ફરી એકવાર દસ્તક આપવા માટે તૈયાર છે. તેનો જબરદસ્ત ક્રેઝ દર્શકોમાં જોવા મળી રહ્યો છે. આ વેબ શોની છેલ્લી સિઝન હશે. પ્રેક્ષકોમાં તેના વિશે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. વેબ સિરીઝની છેલ્લી સીઝન 3 સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. પરંતુ, આ બધાની વચ્ચે, 'મની હેસ્ટ સીઝન 5' વિશે એક સમાચાર સામે આવ્યા છે, જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. વાસ્તવમાં, જયપુર (Jaipur) સ્થિત એક કંપનીએ તેની કંપનીના તમામ કર્મચારીઓને 'મની હેસ્ટ' જોવા માટે 1 દિવસની રજા આપી દીધી છે.

    મહત્વનું છે કે, આ શોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારે લોકપ્રિયતા મેળવી છે. આવી સ્થિતિમાં જયપુર સ્થિત ફર્મ વર્વે લોજિક નામની કંપનીએ 3 સપ્ટેમ્બરના રોજ તેના કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે. તે જ દિવસે શો સ્ટ્રીમ કરવાની ખુશીમાં, કંપનીએ તેના કર્મચારીઓ માટે 'નેટફ્લિક્સ એન્ડ ચિલ હોલિડે'ના રૂપમાં રજા જાહેર કરી છે.

     મની હાઈટ્સની 5મી સીઝન 3 સપ્ટેમ્બરથી નેટફ્લેક્સ પર જોવા મળશે. આ સિઝનના બે પાર્ટ છે પહેલો પાર્ટ 3જી તારીખે રીલીઝ થશે જ્યારે બીજો પાર્ટ પછી રીલીઝ કરવામાં આવશે. (તસવીર- Instagram @money_heist_season_5)
    મની હાઈટ્સની 5મી સીઝન 3 સપ્ટેમ્બરથી નેટફ્લેક્સ પર જોવા મળશે. આ સિઝનના બે પાર્ટ છે પહેલો પાર્ટ 3જી તારીખે રીલીઝ થશે જ્યારે બીજો પાર્ટ પછી રીલીઝ કરવામાં આવશે. (તસવીર- Instagram @money_heist_season_5)


    કંપનીએ કર્માચારીઓને મની હાઈસ્ટ જોવા આપી રજા

    સોશિયલ મીડિયા પરપોસ્ટ શેર કરીને કંપનીએ કર્મચારીઓને રજા આપવાની વાત કરી છે. આ સાથે, કંપનીના સીઈઓ અભિષેક જૈને પણ કોવિડ -19 રોગચાળા દરમિયાન કરેલી મહેનત માટે તેમના કર્મચારીઓનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પર પોતાના કર્મચારીઓને આપેલા સંદેશમાં, વર્વે લોજીકના CEO એ કહ્યું હતું કે, થોડા સમયે બ્રેક લેવો પણ જરૂરી છે.

    3 સપ્ટેમ્બરે થશે રીલીઝ

    મની હાઈટ્સની 5મી સીઝન 3 સપ્ટેમ્બરથી નેટફ્લેક્સ પર જોવા મળશે. આ સિઝનના બે પાર્ટ છે પહેલો પાર્ટ 3જી તારીખે રીલીઝ થશે જ્યારે બીજો પાર્ટ પછી રીલીઝ કરવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published: