Money Heist Season 5 Volume 2ની ટીઝર જાહેર, જુઓ શું કહે છે પ્રોફેસર

પ્રતિકાત્મક તસવીર

Money Heist Season 5: મની ઇસ્ટ સીઝન 5નો બીજો ભાગ 3 ડિસેમ્બરે રિલીઝ (money heist season 5 release date) થશે. સીઝન 5નું ટીઝર રિલીઝ (Heist S5 Volume 2 Teaser) થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ (social media) થઈ રહ્યું છે.

  • Share this:
    entertainment news: લોકપ્રિય વેબ સિરીઝ (Web series) મની હેઈસ્ટના ચાહકો માટે સારા સમાચાર છે. સ્પેનિશમાં લા કાસા ડી પાપેલ (La Casa De Papel) તરીકે ઓળખાતી મની હેઈસ્ટ (Money Heist)ની 5મી સિઝનના બીજા વોલ્યુમનું ટીઝર (Money Heist Season 5 Volume 2 Teaser) લોન્ચ કરવામાં આવ્યું છે. આ શો અંતિમ સિઝન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

    નેટફ્લિક્સે બુધવારે મની હેઇસ્ટ પાર્ટ 5ના વોલ્યુમ 2નું ટીઝર બહાર પાડ્યું હતું. મની ઇસ્ટ સીઝન 5નો બીજો ભાગ 3 ડિસેમ્બરે રિલીઝ થશે. સીઝન 5નું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ સિરીઝમાં પ્રોફેસર અને તેમની ટીમ બેંક ઓફ સ્પેનમાં ચોરી કરતા બતાવવામાં આવ્યા છે અને પ્રોફેસરની ટીમ બેંક ઓફ સ્પેનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે.

    ટીઝરમાં દર્શકોને વોલ્યુમ 1થી ત્યાં હાજર ગેંગના સભ્યોની ઝલક જોવા મળે છે. હવે તેઓ સરકારને પડકારવા બદલ તેમને કયા પરિણામ ભોગવવા પડશે તે વાત સારી રીતે જાણે છે. ત્યારે જ પ્રોફેસર કહેતા સંભળાય છે કે, મેં મારા ખૂબ જ પ્રિય લોકોને ગુમાવ્યા છે અને આ લૂંટને કારણે હું બીજા કોઈને મરવા દઈશ નહીં. આ ટ્રેલર 44 સેકન્ડનું છે.

    આ પણ વાંચોઃ-'શક્તિમાન'નાં 'તમરાજ કિલવિશ'ની પાસે છે એટલી સંપત્તિ, દીકરીને આપી દીધો 60% મિલકતમાં ભાગ

    લોકો આ શ્રેણીની 5મી સીઝનના બીજા ભાગની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે નેટફ્લિક્સની લોકપ્રિય થ્રિલર વેબ સિરીઝ મની હેઇસ્ટ ફરી એકવાર પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. સિરીઝની છેલ્લી અને 5મી સિઝનનો છેલ્લો ભાગ ટૂંક સમયમાં રજૂ થશે.

    આ પણ વાંચોઃ-EDની ઓફિસ પહોંચી નોરા ફતેહી, મની લોન્ડ્રિંગ કેસમાં થશે પૂછપરછ

    વોલ્યુમ 1માં બતાવવામાં આવ્યું છે કે, ગેંગ 100 કલાકથી વધુ સમય સુધી બેંક ઓફ સ્પેનની અંદર બંધ રહી હતી. તેમાં પ્રોફેસરે બહાર નીકળવાની કોઈ યોજના જાહેર કરી ન હતી અને સિએરા દ્વારા તેને બંધક બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ગેંગને સૈન્યનો સામનો કરવો પડ્યો હોવાથી મામલો ખૂબ ગંભીર બન્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, સિરીઝની 5મી સિઝન રિલીઝ થાય તે પહેલાં નેટફ્લિક્સે મની હાઈસ્ટની છેલ્લી સિઝન બે ભાગમાં રજૂ થવાની હોવાની જાણ કરી હતી. સિરીઝની 5મી સિઝનનો પ્રથમ ભાગ સ્ટ્રીમ કરવામાં આવ્યો છે.
    Published by:ankit patel
    First published: