Money Heistના આ પાત્રથી ફેન્સને છે નફરત, 5મી સિઝનમાં મારી નાખવામાં આવે, ટ્વિટર પર થયું ટ્રેન્ડ

ફેન્સ ઇચ્છે છે સિઝન 5માં આર્થુરિટોનું થાય મોત

Money Heist: ચાહકો આર્ટુરિટોને આ સિરીઝનું સૌથી ખરાબ પાત્ર (Arturito) ગણી રહ્યા છે. આ પાત્રથી બધા જ નફરત કરે છે. શોના પ્રારંભથી જ આર્ટુરિટો (money Heist Twitter Trend) ખોટું બોલે છે, પત્નીને દગો કરે છે, સેક્રેટરી સાથે લફરું છે અને જ્યારે તે ગર્ભવતી થઈ જાય છે તો ગર્ભપાત કરવાની સલાહ આપે છે. આવા તો અનેક ધૃણાસ્પદ કૃત્યો તેના નામે છે. જેના કારણે ચાહકો આ પાત્રને સિરીઝની બહાર કાઢવા માંગે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દર્શકો હોલિવૂડની પ્રખ્યાત વેબ સિરીઝ મની હાઇસ્ટની 5મી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અંતે ચાહકોનો આતુરતાનો અંત આવ્યો છે. મની હાઇસ્ટનો એપિસોડ પ્રસારિત થઈ ગયો છે. આ સિરીઝ રિલીઝ થતાં જ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મિરઝાપુર અને ધ ફેમિલી મેન પછી ભારતમાં મની હાઈસ્ટ વેબ સિરીઝ સૌથી વધુ લોકપ્રિય છે.

  ગત સિઝનના ક્લિફહેંગર એન્ડિંગમાં થયેલી નૈરોબીના લોકપ્રિય પાત્રની હત્યાને ચાહકો હજી ભૂલી શક્યા નથી. ગાન્ડિયા (Jose Manuel Poga) દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન અત્યારે સોશિયલ મીડિયા પર તેના પાત્રો અંગે ચર્ચાઓ થવા લાગી છે. જેમાં એક ખાસ પાત્ર આર્ટુરો રોમન એટલે કે આર્ટુરિટોનો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ પાત્રથી અનેક ચાહકો નફરત કરી રહ્યા છે.

  આ પણ વાંચો-બેભાન અવસ્થામાં સિદ્ધાર્થની ફેન બાથરૂમ માંથી મળી આવી, ડોક્ટરે કહ્યું, 'પ્રાર્થના કરો તેનાં માટે'

  ચાહકો આર્ટુરિટોને આ સિરીઝનું સૌથી ખરાબ પાત્ર ગણી રહ્યા છે. આ પાત્રથી બધા જ નફરત કરે છે. શોના પ્રારંભથી જ આર્ટુરિટો ખોટું બોલે છે, પત્નીને દગો કરે છે, સેક્રેટરી સાથે લફરું છે અને જ્યારે તે ગર્ભવતી થઈ જાય છે તો ગર્ભપાત કરવાની સલાહ આપે છે. આવા તો અનેક ધૃણાસ્પદ કૃત્યો તેના નામે છે. જેના કારણે ચાહકો આ પાત્રને સિરીઝની બહાર કાઢવા માંગે છે.

  આ પણ વાંચો-HBD Pankaj Tripathi: ક્યારેક એક રૂમમાં રહેતા હતાં પંકજ ત્રિપાઠી, આજે ગોવિંદા, જેકી શ્રોફનાં છે પાડોશી

  ટ્વિટર પર આર્ટુરિટોના વિરોધમાં યુઝર્સ કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, જો તે કાલે નહીં મરે તો હું પોતે જ સ્પેઇન જઈશ. અન્ય એક યુઝરે લખ્યું કે, હું તેની અંતિમવિધિમાં જવા તૈયાર છું. વધુ એક યુઝરે પોતાનો રોષ વ્યક્ત કરતા કોમેન્ટ કરી છે કે, જો આ સીઝનમાં ગાન્ડિયા અને આર્ટુરિટો નહીં મરે તો સિઝન કેન્સલ કરી નાખો.

  આ પણ વાંચો-સિદ્ધાર્થની માતા અને શહનાઝ રડી રડીને થઇ અડધી, ઠાઠડી બાંધવાંમાં થઇ મુશ્કેલી જુઓ PHOTOS

  આ પણ વાંચો-PHOTOS: સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ દર્શન માટે આવી શહનાઝ ગીલ, તેને જોઇ ફેન્સ રડી પડ્યાં

  5મી સીઝનમાં તેનું મોત થઈ જાય તેવું લાખો ચાહકો ઈચ્છે છે. આ સ્પેનિશ સિરીઝની 5મી સિઝન માટે ભારતમાં પણ જોરદાર ઉત્સાહ છે. આ શો રિલીઝ થવાનો હોવાથી વર્વ લોજિક નામની જયપુરની કંપનીએ 3 સપ્ટેમ્બરે તેના કર્મચારીઓ માટે રજા જાહેર કરી હતી અને તેને નેટફ્લિક્સ અને ચિલ હોલિડે તરીકે જાહેર કરી છે.
  Published by:Margi Pandya
  First published: