મુંબઇ: બિગ બોસ 10માં ટોપ 6 કંટેસ્ટન્ટ રહી ચુકેલી ભોજપુરીની હોટ અને સિઝલિંગ એક્ટ્રેસ મોનાલિસા અને થ્રિલર સીરીઝ 'નજર'માં એક ડાયનનો રોલ અદા કરી રહી છે. સ્ટાર પ્લસ પર આ શો 30 જુલાઇનાં રોજ રિલીઝ થશે.
આ શોમાં તેનો લૂક જાહેર કરવામાં આવે છે. જેને મોનાલિસાએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. તેમાં મોનાલિસા લાંબા ચોટલામાં નજર આવે છે. મોનાલિસા મુખ્ય રૂપથી સીરિયલ 'નજર'માં એક ડાયનનો રોલ અદા કરી રહ્યો છે. મોનાલિસા 'નિયતી' નામની યુવતીનાં રોલમાં નજર આવશે. જે તેનાં દાદા-દાદીની દેખભાળ કરે છે. ફ્લેશબેક સ્ટોરીમાં બતાવવામાં આવશે કે કેવી રીતે મોનાલિસાનાં કિરદાર એક ડાયનનાં રૂપમાં બદલાઇ જશે.
બિગ બોસમાં નજર આવ્યા બાદ મોનાલિસા તેનાં પતિ વિક્રાંત સિંહ રાજપૂતની સાથે ડાન્સિંગ રિયાલિટી શો 'નચ બલિયે'માં પણ નજર આવશે. તેનાં ડાન્સિંગથી મોનાલિસા ત્યાં પણ દર્શકોનાં ધ્યાન આકર્ષિત કરવામાં કામયાબ રહી હતી. મોનાલિસા ભોજપુરી સિનેમાની બોલ્ડ અને હોટ એક્ટ્રેસ માનવામાં આવે છે.