મોનાલિસા પણ થઇ કોરોના પોઝિટિવ, હોમ ક્વૉરન્ટીન થઇ કરાવી રહી છે ઇલાજ

(Instagram/@aslimonalisa)

ટીવી સીરિયલ 'નમક ઇશ્ક કા'માં નેગેટિવ રોલમાં નજર આવનારી મોનાલિસા (Monalisa)નાં પતિ વિક્રાંત સિંહ રાજપૂત (Vikrant SinghRajpoot)એ તેનાં સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ 'નમક ઇશ્ક કા'માં નેગેટિવ રોલમાં નજર આવનારી મોનાલિસા (Monalisa)નાં પતિ વિક્રાંત સિંહ રાજપૂત (Vikrant Singh Rajpoot)એ તેનાં સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે. ઇન્ડિયા ટૂડેને વિક્રાંતે જણાવ્યું કે, હું યૂપીમાં છુ અને મોનાલીસા હાલમાં મુંબઇમાં એકલી છે. અને તે તેનું ધ્યાન રાખી રહી છે. તેણે જણાવ્યું કે, મોનાલીસા હોમ ક્વૉરન્ટીન છે. પણ એ સિમ્પટોમેટ્રિક છે તેથી તે ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. અને તેનો ઇલાજ કરાવી રહી છે.

  વિક્રાંતે કહ્યું કે, મોનાની તબિયત સારી છે કોરોના થયા બાદ મોટાભાગે લોકો હાયપર થઇ જાય છે. પણ કોરોનાનાં ઘણાં રૂપ છે. કોઇને વધુ સમસ્યા થાય છે અને કોઇને ઓછી. મોનાલીસા હાલમાં સ્વસ્થ છે.

  (Instagram/@aslimonalisa)


  ખબર મુજબ, મોનાલિસાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાલમાં 'નમક ઇશ્ક કા'નાં નિર્માતાઓએ શૂટિંગ રોકવાનો નિર્ણય કર્યો છે. હવે પહેલાં આખી ટીમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. તે બાદ જ સીરિયલનું શૂટિંગ શરૂ થશે. શોમાં હાલમાં હોલી ફ્લેવર દર્શાવવામાં આવી રહી છે.

  આપને જણાવી દઇએ કે મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. મોનાલિસાનાં ઇન્સ્ટાગ્રામ પર 4.1 ફોલોઅર્સ છે.
  Published by:Margi Pandya
  First published: