'બિગ બોસ સિઝન 10' અને 'નચ બલિયે 8' ની એક્સ કન્ટેસ્ટ્ન્ટ અને ભોજપૂરી ફિલ્મોની હોટ અને બોલ્ડ એકટ્રેસ મોનાલિસા તેમના કાતિલ અંદાજ માટે લોકપ્રિય છે. આજકાલ આ સિઝલિંગ એક્ટ્રેસ તેમની થ્રિલર સિરીઝ ડાયનની ભૂમિકા ભજવીને ચર્ચામાં રહી છે. મોનાલિસાએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું તે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ હતુ. જે વાયરલ થઇ ગયુ હતુ. આ શો માં મોનાલિસાના લૂકને લઇને ખુબ જ ચર્ચા થઇ રહી છે .આ શો માં મોનાલિસા લાંબા વાળ અને ચોટલાથી તમામને ડરાવી રહી છે.
મોનાલિસા મુખ્યત્વે સિરીયલ 'લૂક' માં ડાયનની ભૂમિકા ભજવી રહી છે. શો માં ડાયનની ભૂમિકામાં મોનાલિસાના લાંબા ચોટલામાં કેટલીક શક્તિઓ મળેલી છે. જેમા તે તેમના દુશ્મનોને ખતમ કરી રહી છે. મોનાલિસાના આ શો ને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. હવે હાલમાં જ શો નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેને જોઇને તમે આશ્રયચકિત થઇ જશો. આ વિડિયોમાં મનોલિસા બાથ ટબમાં તેમનો ચોટલો લહેરાવતી નજર આવી રહી છે અને સાથે જ શો માં વહુ બનેલી એક્ટ્રેસને ડરાવતી નજર આવી રહી છે.