મુંબઇ: ભોજપુરી ફિલ્મોની એક્ટ્રેસ અને પૂર્વ બિગબોસ કન્ટેસ્ટંટ મોનાલિસાએ હાલમાં તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેની આવનારી વેબ સીરિઝ 'દુપુર ઠાકુરપો' સિઝન-2નો છે. આ એક હોળી ગીત છે જેમાં મોનાલિસા વ્હાઇટ સાડીમાં ઠુમકા લગાવતી નજર આવી રહી છે. મોનાલિસાનો આ વીડિયો 2 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે.
બિગબોસ સિઝન-10માં નજર આવેલી ભોજપુરી એક્ટ્રેસ ઘણી પોપ્યુલર સ્ટાર બની ગઇ છે. બિગ બોસનાં ઘરમાં જ તેને ભોજપુરી ફિલ્મોમાં તેનાં કો-સ્ટાર રહેલાં વિક્રાંત સિંહ સાથે લગ્ન કર્યા હતાં. તેમની વેડિંગ સેરેમની ટીવી પર ઓનએર પણ થઇ હતી. મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ માંથી એક છે.
તેણે તેની ફિલ્મ ડેબ્યુ વર્ષ 2008માં કર્યુ હતું. વેબ સીરિઝ ઉપરાંત તેમની પાસે હાલમાં ઘણી ભોજપુરી ફિલ્મો પણ છે.