ગુજરાતણ મોનલ ગજ્જરની હિન્દી સિનેમામાં એન્ટ્રી, પંકજ ત્રિપાઠી સાથે આવશે નજર

મોનલ ગજ્જર,એક્ટ્રેસ

એક્ટર ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક (Satish Kaushik)નું કહેવું છે કે, તે તેની અપકમિંગ ફિલ્મ 'કાગઝ' (Kaagaz) થી એક નિર્દેશકનાં રૂપમાં તેણે ફરીથી ઉભરવાની તક મળી છે. તેમણે કહ્યું કે, આનો શ્રેય મુખ્ય એક્ટર પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) ને જાય છે. તેણે આ ફિલ્મમાં નવી ઉર્જા ભરી દીધી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર નિર્માતા સતીશ કૌશિક (Satish Kaushik)નું કહેવું છે કે, તેની આગામી ફિલ્મ 'કાગઝ' (Kaagaz)થી એક નિર્દેશનનાં રૂપમાં તેણે ફરીથી ઉભરવાની તક મળી છે. તેણે કહ્યું કે, તેનો શ્રેય ફિલ્મનાં મુખ્ય એક્ટર પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)નો જાય છે. તેમણે આ ફિલ્મમાં નવી ઉર્જા ભરી દીધી છે.

    આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ અને હાલમાં જ તેલુગુ બિગ બોસ 4માં પોતાનો જલવો દેખાડનારી મોનલ ગજ્જર હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરવાં જઇ રહી છે. આ ફિલ્મમાં તે પકંજ ત્રિપાઠીની પત્નીનાં પાત્રમાં નજર આવે છે.

    સલમાન ખાનનાં પ્રોડક્શન હાઉસમાં આ ફિલ્મની કહાની અઝમગઢનાં ભારત લાલ ઉર્ફ લાલ બિહારીનાં જીવન પર આધારિત છે. તેમણે પોતાને જીવિત હોવાનું પ્રમાણ આપવા માટે 18 વર્ષો સુધી કાયદાકીય લડાઇ લઢી છે. ઓનલાઇન સંવાદદાતા સમ્મેલનમાં કૌશિકે કહ્યું કે, નિર્દેશકનાં રૂપમાં તેની બીજી પારીની શરૂઆત કરવાં ઇચ્છતા હતાં અને 'કાગઝ' ફિલ્મે તેમને આ તક આપી છે.




    કૌશિકે પત્રકારોને કહ્યું કે, 'જ્યારે નવી પેઢી આવે છે. તો અમારા કામની રીત અમારો માહોલ બધુ જ બદલાઇ જાય છે. અમે ત્યારે ઘરડા થઇ જઇએ છીએ. પણ હું કંઇ નવું કરવાં ઇચ્છતો હતો. એક એક્ટર તરીકે મારે જોવું પડે કે, હું આજનાં સમય પ્રમાણે તૈયાર છુ પણ એક નિર્દેશક તરીકે મને આજનાં રીતભાત આવડવી જોઇએ.'



    તેમણે કહ્યું કે, 'પંકજે તેમાં મારી ઘણી મદદ કરી છે. જ્યારે હું તેમને મળ્યો તો લાગ્યું કે, પંકજની સાથે 'કાગઝ'માં હું પોતાને ફરીથી ઉભરતો જોઇ રહી છું. અને એક નિર્દેશક તરીકે પોતાને ફરીથી નિખારી શકુ છું' આ ફિલ્મ પહેલાં મે મહિનામાં આવવાની હતી. પણ કોરોના માહમારીને કારણે લાગેલાં લોકડાઉનને કારણે તેની રિલીઝ ટાળવામાં આવી હતી. હવે આ ફિલ્મ સાત જાન્યુઆરીનાં ઝી5 પર રિલીઝ થશે.
    Published by:Margi Pandya
    First published: