Home /News /entertainment /

આમિરની માતાનો રોલ કરનાર મોના સિંહ એગ્સ ફ્રીઝ કરાવવાથી લઈ MMS સહિતના મુદ્દે આવી ચૂકી છે સમાચારોમાં

આમિરની માતાનો રોલ કરનાર મોના સિંહ એગ્સ ફ્રીઝ કરાવવાથી લઈ MMS સહિતના મુદ્દે આવી ચૂકી છે સમાચારોમાં

લાલ સિંહ ચઢ્ઢામાં આમિરની માતાનો રોલ પ્લે કર્યો છે.

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ સતત હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર ખાન લીડ રોડમાં જોવા મળી છે. આ સાથે ફિલ્મમાં મોના સિંહ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહી છે. મોના સિંહ લાલ સિંહ ચઢ્ઢાની માતાનો રોલ કરી રહી છે.

વધુ જુઓ ...

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ સતત હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર ખાન લીડ રોડમાં જોવા મળી છે. આ સાથે ફિલ્મમાં મોના સિંહ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહી છે. મોના સિંહ લાલ સિંહ ચઢ્ઢાની માતાનો રોલ કરી રહી છે.


મોના સિંહનો જન્મ 1981માં ચંદીગઢના પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતા આર્મી ઓફિસર હતા. મોના સિંહે તેના બોયફ્રેન્ડ શ્યામ સાથે થોડા વર્ષ પહેલા જ લગ્ન કર્યાં હતા. શ્યામ ઇન્વેસ્ટર બેન્કર છે. મોના તેના પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.


અહી ઉલ્લેખનિય છે કે, સોશિયલ મીડિયા પર લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી છે. ટ્વિટર પર ફિલ્મને બાયકોટ કરવાની માંગ ટ્રેન્ડ થઈ છે. આમ તો આ ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી રહે છે . આ ફિલ્મમાં આમિર ખાનની માતાનો રોલ કરનારી મોના સિંહ આમિરથી ઘણી નાની છે. જેના કારણે ફિલ્મને ટ્રોલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણા કિસ્સામાં મોના સિંહ સમાચારોમાં રહી છે.


પોતાના ઈંડાને ફ્રીઝ કરાવ્યા હતા


થોડા સમય પહેલા મોના સિંહે પોતાની પ્રેગ્નેંસી વિશે દાવો કર્યો હતો કે, તેણે પોતાના ઈંડાને ફ્રીઝ કરાવી દીધા છે. તેણે આવું 34 વર્ષની ઉંમરે કર્યું હતું. ઈંડાને ફ્રિઝ કર્યાના 4 વર્ષ બાદ તેણે બોયફ્રેન્ડ શ્યામ સાથે લગ્ન કરી લીધા હતા.


અશ્લીલ MMS બાબતે ભાંગી પડી હતી


વર્ષ 2013માં મોનાના જીવનમાં આઘાતજનક વળાંક આવ્યો હતો. જેને કારણે તે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. રિપોર્ટ મુજબ તેનો અશ્લીલ એમએમએસ લીક થયો હતો. જેમાં એક મહિલા વાંધાજનક સ્થિતિમાં જોવા મળી હતી. તે ક્લિપમાં દેખાતી મહિલા મોના સિંહ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે મોનાએ આ વાતને ખોટી ગણાવીને પોલીસ કેસ કર્યો હતો.


લાલ સિંહ ચઢ્ઢા માટે મોના સિંહે કેટલી ફી લીધી?


મોના સિંહને સ્ક્રીન પર જોવી કોઈ ટ્રીટથી ઓછું નથી. આ ફિલ્મમાં મોના સિંહ આમિર ખાનની માતાના રોલમાં જોવા મળી છે. ફિલ્મમાં મોના સિંહની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે. ત્યારે આ ફિલ્મ માટે મોના સિંહે 2 કરોડ રૂપિયા લીધા હોવાનું ચર્ચાય છે.


મોના સિંહેની કારકિર્દી


મોનાની કારકિર્દી લાંબી રહી છે. તેણે ટીવી કરિયરની શરૂઆત ટીવી સીરિયલ જસ્સી જૈસી કોઈ નહીંથી કરી હતી. તેનો શો ખૂબ જ હિટ રહ્યો હતો. આ શો 2003થી 2006 સુધી ચાલ્યો હતો. આમાં મોના સિંહે જસમીત વાલિયાનો રોલ કર્યો હતો. તેણે રાધા કી બેટીયાં કુછ કર દિખેંગી, ક્યા હુઆ તેરા વાદા, પ્યાર કો હો જાને દો, કવચ: કાલી શક્તિ સે, વેબ સિરીઝ કેહને કો હમસફર હૈં, યે મેરી પરિવાર મેં કામના સહિતના શોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત મોનાએ 3 ઈડિયટ્સમાં કરીનાની બહેનનો રોલ કર્યો હતો.


Entertainment, Laal Singh Chaddha, Aamir khan, Mona singh, મનોરંજન, લાલ સિંહ ચઢ્ઢા, આમિર ખાન, મોના સિંહ

Published by:Priyanka Panchal
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन