Mona Singh B’day Spl: ‘જસ્સી’ તરીકે લોકપ્રિય થઈ હતી મોના સિંહ, MMSને કારણે વિવાદમાં પણ આવી

ફાઇલ તસવીર

Happy birthday Mona Singh: મોના સિંહે પોતાના કરિયરની શરૂઆત ‘જસ્સી જૈસી કોઈ નહીં’થી કરી હતી. આ સિરિયલ ટીવીના સૌથી પોપ્યુલર શોમાંથી એક હતી. આ શો થકી મોના સિંહ રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

 • Share this:
  મુંબઈ: ટીવી એક્ટ્રેસ મોના સિંહ (Mona Singh) આજે પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહી છે. મોના સિંહે ટીવી સિરિયલ, ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. પંજાબી પરિવારમાંથી આવતી મોના સિંહના પિતા એક આર્મી ઓફિસર હતા. મોનાએ પોતાના કરિયરની શરૂઆત ‘જસ્સી જૈસી કોઈ નહીં’થી કરી હતી. આ સિરિયલ ટીવીના સૌથી પોપ્યુલર શોમાંથી એક હતી. ‘જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલથી મોના સિંહ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. સિરિયલ ઉપરાંત મોના સિંહે સેલિબ્રિટી ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’ કર્યો અને આ તેની વિજેતા પણ બની.

  મોના સિંહ આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ (3 Idiots)માં પણ કરીના કપૂરની મોટી બહેનના રોલમાં જોવા મળી હતી. એ પછી મોના સિંહે ‘ઉટપટાંગ’, ‘ઝેડ પ્લસ’ અને ‘અમાવસ’ જેવી ફિલ્મો કરી. મોના સિંહ ફિલ્મો ઉપરાંત પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં આવી છે. મોના સિંહનો એક અશ્લીલ એમએમએસ લીક થયા બાદ તે વિવાદમાં આવી ગઈ હતી. આ ક્લિપમાં એક મહિલા વાંધાજનક હાલતમાં જોવા મળી હતી.

  આ પણ વાંચો: મુનમુન દત્તા સાથે ફલર્ટ કરે છે તેનો પરિણીત મિત્ર, ‘બબીતાજી’ આપે છે આવી પ્રતિક્રિયા

  જોકે, મોના સિંહે કહ્યું હતું કે આ વિડીયો સાથે છેડછાડ કરવામાં આવી છે. ત્યારબાદ અભિનેત્રીએ મુંબઈ પોલિસમાં કેસ પણ ફાઈલ કરાવ્યો હતો. મોના સિંહે ડિસેમ્બર 2019માં બોયફ્રેન્ડ શ્યામ સાથે લગ્ન કરી લીધા હતા. મોનાની ઓળખ આજે પણ જસ્સી તરીકેની છે પરંતુ એ સિવાય પણ તે પોતાની અભિનય પ્રતિભા દેખાડી ચૂકી છે.

  મિશન ઓવર માર્સ (2019)

  મોના સિંહ ‘મિશન ઓવર માર્સ’ (MOM) વેબ સિરીઝમાં જોવા મળી હતી. આ સિરીઝમાં તેણે મૌશમી ઘોષનું પાત્ર ભજવ્યું હતું જે એક ગુસ્સેલ સ્વભાવની વૈજ્ઞાનિક છે અને ઓર્બિટરને મંગળ પર મૂકવા માટે દિવસ રાત મહેનત કરે છે.

  કહને કો હમસફર હૈ (2018)

  અલ્ટ બાલાજીના આ શોમાં મોના સિંહ, રોનિત રોય અને ગુરદીપ કોહલી મુખ્ય રોલમાં હતા. આ શોની ત્રણ સીઝન રિલીઝ થઈ ચૂકી છે અને ચોથી સીઝન પર પણ કામ ચાલી રહ્યું છે. આમાં મોના એક પરિણીત પુરુષના પ્રેમમાં પડે છે.

  કવચ (2016)

  આ સુપરનેચરલ ડ્રામામાં મોના સિંહ પરિધિ બુંદેલાના રોલમાં જોવા મળી હતી જે પોતાના પતિને ખૂબ પ્રેમ કરે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેનો સામનો પતિની એક્સના ભૂત સાથે થાય છે.

  આ પણ વાંચો: મસ્જિદમાં વીડિયો બનાવીને આ પાકિસ્તાની અભિનેત્રી ફસાઈ, હિન્દી ફિલ્મમાં કરી ચૂકી છે કામ

  પ્યાર કો હો જાને દો (2015-2016)

  આ શો એક કોમ્પ્લેક્સ ડ્રામા હતો જેમાં મોના સિંહના લગ્ન પાકિસ્તાની જાસૂસ સાથે થઈ જાય છે. ઓછી ટીઆરપીને લીધે આ શોને બંધ કરી દેવામાં આવ્યો હતો.

  ક્યા હુઆ તેરા વાદા (2012-13)"

  મોના સિંહ આ સિરિયલમાં હોમમેકરના રોલમાં હતી જે પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે. જોકે, તેની જિંદગીમાં મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે તેનો પતિ એક્સ ગર્લફ્રેન્ડ સાથે રહેવા લાગે છે. આ શો પોપ્યુલર થયો હતો અને તેમાં લીપ પણ આવ્યો હતો.
  Published by:Nirali Dave
  First published: