Home /News /entertainment /મોહિત મલિકનો 9 મહિનાનો પુત્ર કોરોના સંક્રમિત, બાળક બાદ કિશ્વર પણ કોવિડ 19ની ઝપેટમાં

મોહિત મલિકનો 9 મહિનાનો પુત્ર કોરોના સંક્રમિત, બાળક બાદ કિશ્વર પણ કોવિડ 19ની ઝપેટમાં

મોહિત મલિકનો પુત્ર કોરોના પોઝિટિવ

કોરોનાવાયરસ (Coronavirus) હવે ફક્ત વૃદ્ધો અથવા યુવાનોને જ નહીં, પરંતુ બાળકોને પણ અસર કરી રહ્યો છે. મનોરંજન જગતના ઘણા સ્ટાર્સે પુષ્ટિ કરી છે કે, તેમના બાળકો કોરોના વાયરસથી સંક્રમિત છે

કોરોનાવાયરસ (Coronavirus) હવે ફક્ત વૃદ્ધો અથવા યુવાનોને જ નહીં, પરંતુ બાળકોને પણ અસર કરી રહ્યો છે. મનોરંજન જગતના ઘણા સ્ટાર્સે પુષ્ટિ કરી છે કે, તેમના બાળકો કોરોના વાયરસથી સંક્રમિત છે. તાજેતરમાં જ નકુલ મહેતા (Nakuul Mehta) અને જાનકી પારેખે (Jankee Parekh) જણાવ્યું હતું કે, તેમનો 11 મહિનાનો પુત્ર સૂફી કોવિડની ઝપેટમાં છે. જેને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પછી કિશ્વર મર્ચન્ટ (Kishwer Merchant) સુયશ રાયે (Suyyash Rai) પણ જણાવ્યું કે, તેમનો પુત્ર નિર્વૈર કોરોનાથી સંક્રમિત થયો છે અને હવે અન્ય એક સેલિબ્રિટી કપલે ખુલાસો કર્યો છે કે, તેમનો પુત્ર મહામારીની ઝપેટમાં છે.

અદિતિએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો

ટીવી એક્ટર મોહિત મલિક (Mohit Malik) અને અદિતિ મલિકનો 9 મહિનાનો પુત્ર એકબીર (Addite Shirwaikar Malik) પણ કોરોનાની ઝપેટમાં છે. મોહિત મલિકની પત્ની અને ટીવી એક્ટ્રેસ અદિતિએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે તેના પુત્ર એકબીર સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં અદિતિ માસ્ક પહેરીને તેના પુત્રને જોતી જોવા મળે છે.

અદિતિએ પોસ્ટમાં શું લખ્યું?

ફોટો શેર કરતી વખતે, અદિતિએ કેપ્શનમાં લખ્યું- 'મધરહૂડ ડાયરીઝ, જ્યારે તમારો નવજાત કોવિડ પોઝિટિવ નીકળે. પ્રકરણ 8. જ્યારે બાળક તેની માતાના ગર્ભાશયમાં હોય ત્યારે લડાઈ શરૂ થાય છે. બાળકો આપણે વિચારીએ છીએ તેના કરતાં વધુ મજબૂત હોય છે. મારા પુત્ર એકબીરને આજ સુધી તાવ પણ આવ્યો ન હતો. પરંતુ, એક સવારે તેનું શરીર થોડુ ગરમ લાગ્યું. જ્યારે અમે તેનું તાપમાન તપાસ્યું તો તે 102 ડિગ્રી હતું.

અમે તેની રોગપ્રતિકારક શક્તિ વધારીશું

અદિતિ આગળ લખે છે- 'અમે વિચાર્યું કે, ટેસ્ટ કરાવવો જોઈએ અને કમનસીબે અમારા એક ઘરના હેલ્પનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. શરૂઆતમાં હું પરેશાન થઈ ગઈ. મેં વિચાર્યું, આ બધું કેવી રીતે બન્યું? પછી મોહિત અને મેં નક્કી કર્યું કે, આપણે તેને પોઝિટિવ રીતે જોવું પડશે. એકબીર આની સામે લડશે અને એક પરિવાર તરીકે અમે તેની રોગપ્રતિકારક શક્તિ વધારીશું. જ્યારે હું 7 મહિનાની ગર્ભવતી હતી, તે દરમિયાન જાન્યુઆરીમાં મોહિત કોરોના પોઝિટિવ આવ્યો હતો અને હવે એકબીર પણ આ વર્ષે તે જ સમયે કોવિડ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચોસલમાન ખાનની ભત્રીજી અલીજેહ અગ્નિહોત્રી પર કેટરીનાએ પ્રેમ વરસાવ્યો, ગ્લેમરસ તસવીર પર કરી કોમેન્ટ

આ પહેલા કિશ્વર મર્ચન્ટે તેમના પુત્ર નિર્વૈર માટે એક પોસ્ટ શેર કરી હતી અને માહિતી આપી હતી કે, તે કોરોના પોઝિટિવ છે. પરંતુ, હવે અહેવાલ છે કે કિશ્વર પોતે પણ કોરોનાની ઝપેટમાં આવી છે. જો કે કિશ્વરે હજુ સુધી આ અંગે કોઈ પોસ્ટ શેર કરી નથી.
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Coronavirus, Television, Television news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો